તાવ-શરદી માટે ઉપયોગ લેવાતી 80 દવાઆે પર સરકારનો પ્રતિબંધ

January 19, 2019 at 10:55 am


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પેટના દુખાવા, ઉલટી, બ્લડ પ્રેશર, ઘુંટણનો દુખાવો, શરદી-ઉધરસ સહિતની 80 જેનરિક એફડીસી દવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સીએનબીસી આવાજના સૂત્રો અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે 80 નવા જેનરિક એફડીસીએસ પર રોક લગાવી દીધી છે. હવે આ તમામ દવાઆેનું નિમાર્ણ અને વેચાણ નહી થઈ શકે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની કમિટીએ આ દવાના પ્રયોગને સુરક્ષિત નથી માન્યું. આ દવાઆેનો 900 કરોડ રુપિયાનો બિઝનેસ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 80 જેનરિક એફડીસી દવાઆે પર પ્રતિબંધ લગાવી દીધો છે. પેટના દુખાવા, ઉલટી, બ્લડ પ્રેશર, ઘુંટણનો દુખાવોવ, શરદી-ઉધરસની દવાઆે આમાં સામેલ છે. ફિક્સ્ડ ડોજ કોિમ્બનેશનવાળી આ દવાઆેમાં મોટાભાગની એન્ટિબાયોટિક દવાઆે છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે 300થી વધારે એફડીસીએસ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
જુના લીસ્ટના કારણે અલ્કેમ, માઈક્રાેલેબ્સ, અબ્બોટ સિપ્લા, ગ્લેનમાર્ક ઈન્ટાસ ફામાર્ ફાઈઝર વોકહાર્ડ અને લુપીન જેવી કંપનીઆેની કેટલીએ બ્રાંડ પ્રતિબંધિત થઈ હતી. જુના લીસ્ટમાંથી 6000થી વધારે બ્રાંડ બંધ થઈ હતી.

Comments

comments

VOTING POLL