તાેડફોડ કેસમાં હાર્દિક પટેલના જામીન કોર્ટ અકબંધ જ રાખ્યા

August 27, 2018 at 7:40 pm


રામોલ તાેડફોડ કેસમાં પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાદિૅક પટેલના જામીન રદ કરવા માટે રાજય સરકાર તરફથી કરાયેલી અરજી આજે એડિશનલ સેશન્સ જજ શ્રીમતી પી.સી.ચૌહાણે ફગાવી દીધી હતી અને હાર્દિકના જામીન બહાલ રાખ્યા હતા. તાે, સાથે સાથે રામોલમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતી કોર્ટની અગાઉની શરતમાં ફેરફાર કરી રામોલમાં પ્રવેશ કરવાની મંજૂરી માંગતી હાર્દિક પટેલની અરજી પણ કોટેૅ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. જો કે, કોટેૅ હાર્દિકના જામીન ગ્રાહ્યા રાખતાં તેને મોટી રાહત મળી છે. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે વિરોધ કાર્યક્રમો અને દેખાવો દરમ્યાન ગત તા.20-3-2017ના રોજ વ?ાલના આસ્થા બંગલોઝ ખાતે રહેતાં ભાજપના કોપાેૅરેટર પરેશ પટેલના ઘરે હાર્દિક પટેલ અને તેના સમર્થકો-ટેકેદારો દ્વારા હુમલો અને તાેડફોડ કરી જોરદાર હંગામો કરવામાં આવ્યો હતાે. જે પ્રકરણમાં પાછળથી રામોલ પાેલીસમથકમાં ફરિયાદ પણ નાેંધાવવામાં આવી હતી. આ કેસમાં અગાઉ કોટેૅ હાર્દિક પટેલને શરતી જામીન આÃયા ત્યારે તેને રામોલમાં નહી પ્રવેશવાની શરત સાથે જામીન આÃયા હતા. જો કે, બાદમાં અદાલતની પરવાનગી નહી હોવાછતાં શરતભંગ કરી રામોલમાં પ્રવેશ કરી અદાલતના હુકમનાે અનાદર અને શરતભંગ કયોૅ હોવાથી હાર્દિક પટેલના જામીન રદ કરવા રાજય સરકાર તરફથી અરજી કરવામાં આવી હતી. તાે, હાર્દિક તરફથી પણ તેને રામોલ વિસ્તારમાં પ્રવેશવા દેવા અગાઉની શરતમાં જરૂરી સુધારો કરી મંજૂરી આપવામાં આવે તેવી અદાલતને વિનંતી કરતી અરજી કરાઇ હતી.
જો રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રñભટ્ટે હાર્દિકની અરજીનાે સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, અરજદારપક્ષ દ્વારા રામોલમાં પ્રવેશ માટે તેના સગાવ્હાલા રામોલ વિસ્તારમાં રહેતા હોવાનાે આધાર લેવાયો છે પરંતુ જો તેને રામોલની હદમાં પ્રવેશવાની મંજૂરી અપાય તાે ફરીથી આ પ્રકારના ગુનાઆે બનવાની શકયતા છે. એટલું જ નહી, અરજદાર તેના વાણી અને વતૅન દ્વારા ઉપરોકત ગુના જેવા ગુનાઆે આચરવા લોકોને ઉશ્કેરણી કરે અથવા તાે પ્રેરિત કરે તેવી પણ શકયતા નકારી શકાતી નથી અને તેના કારણે કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ સજાૅય તેમ છે, આ સંજોગાેમાં કોટેૅ હાર્દિક પટેલની અરજી ફગાવી દેવી જોઇએ અને રામોલ વિસ્તારની હદમાં તેના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતી શરતય યથાવત રાખવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્યા રાખી કોટેૅ ઉપરમુજબ ચુકાદો જાહેર કયોૅ હતાે. કોટેૅ હાર્દિકને રામોલમાં પ્રવેશવા પરનાે પ્રતિબંધ યથાવત્ રાખ્યો હતાે પરંતુ તેના જામીન રદ નહી કરીને તેને મોટી રાહત આપી હતી.

Comments

comments

VOTING POLL