તા.29-30 ભાવનગરનાં યજમાન પદે યોજાશે સૌરાષ્ટ્ર કક્ષાનો કલા મહાકુંભ

August 28, 2018 at 2:53 pm


આવતીકાલે સવારે 11 કલાકે યશવંતરાય નાટéગૃહ ખાતે થશે પ્રારંભ ઃ બન્ને દિવસમાં 4 સ્પર્ધાઆેમાં સૌરાષ્ટ્રભરના કલાકારો પોતાનું કૌશલ્ય બતાવશે

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃિત્તઆે ગાંધીનગર તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃિત્તઆે ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર શહેર દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ આવતીકાલ તા.29ના થશે બે દિવસ સુધી ભાવનગરના યજમાન પદે આયોજીત આ કલામહાકુંભમાં સૌરાષ્ટ્રભરના કલાકારો પોતાની પ્રસ્તુતિ દ્વારા કૌશલ્ય બતાવશે.
ભાવનગર શહેરના યશંવતરાય નાટયગૃહ ખાતે આવતીકાલ તા. ર9 આેગષ્ટને બુધવારે સવારે 11 પ્રદેશકક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ થશે, જેમાં પ્રથમ દિવસે સમૂહગીત સ્પર્ધા સવારે 11 કલાકે અને એકપાત્રીય અભિનય સ્પર્ધા બપોરે 1 કલાકે યોજાશે. આ પ્રસંગે મેયર, મહાપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ સહિત તમામ સદસ્ય અને મહાપાલિકાના નાયબ કમિશ્નર એન.ડી.ગોવાણી વગેરે ઉપિસ્થત રહેશે.
તા. 30 આેગષ્ટને ગુરૂવારે સમૂહ લગ્ન ગીત-ફટાણા સ્પર્ધા સવારે 11 કલાકે યશવંતરાય નાટéગૃહ ખાતે શરૂ થશે અને સ્કૂલ બેન્ડ સ્પર્ધા સવારે 11.30 કલાકે નવાપરામાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં જિલ્લાકક્ષા અને મહાપાલિકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર કલાકારો ભાગ લેશે.
મહાકુંભને સફળ બનાવવા જિલ્લા રમત ગમત અધિકારી ડો. અરૃણ ભલાણી, શાસનાધિકારી જીજ્ઞોશભાઈ ત્રિવેદી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થનાર કલાકારો રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેવા જશે.

Comments

comments

VOTING POLL