તા.9થી મળનારું વિધાનસભાનું ટૂંકું સત્ર તોફાની બનવાની શકયતા

December 2, 2019 at 11:34 am


Spread the love

આગામી સોમવારથી શરૂ થતું વિધાનસભા સત્ર ત્રણ દિવસ માટે મળનાર છે. આ ત્રણ દિવસના સત્ર દરમિયાન વિપક્ષ કાેંગ્રેસ દ્વારા વર્તમાન સરકારના નિર્ણયો, કાર્યપ્રણાલી, પ્રજાની હાલાકી, માેંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીના મુદ્દે પસ્તાળ પાડશે. પરિણામે ત્રણ દિવસનું ટૂંકું સત્ર અત્યંત તોફાની બની રહે તેવી સંભાવના છે. વિપક્ષ કાેંગ્રેસ દ્વારા આ સત્ર દરમિયાન રજૂ થનાર 10 જેટલા વિધેયકોને લઈને સત્ર લંબાવવા માટે કામકાજ સલાહકાર સમિતિ સમક્ષ રજૂઆત કરશે તેવા સંકેતો મળી રહ્યા છે.
તા.9,10 અને 11 ડિસેમ્બરના ત્રણ દિવસના શિયાળુ સત્ર દરમિયાન 10 જેટલા વિવિધ કાયદાઆેના સુધારા સરકારે હાથ પર લીધા છે. આ કાયદાઆેમાં સુધારા સૂચવતા વિધેયકો પણ પસાર કરવામાં આવશે.
અત્રે નાેંધવું જરૂરી છે કે ગત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન દાખલ થઈ ચૂકેલા 4 વિધેયકો પર ચર્ચા બાકી છે તે તમામ વિધેયકો પર ચર્ચા હાથ ધરવામાં આવશે જેમાં ઈન્ડિયર ફોરેસ્ટ (સુધારા વિધેયક), ગુજરાત લેબર વેલફેર ફંડ (સુધારા) વિધેયક, ગુજરાત સંસ્કૃત એજ્યુકેશન બોર્ડ વિધેયક અને આ વખતે નવા ચાર વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે જેની પરામર્શ રાજ્યના કાયદા વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ વિધષયકોમાં ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉિન્સલ (સુધારા) વિધેયક, ગુજરાત લેન્ડ રેવન્યુ (સુધારા) વિધેયક જીએસટી સુધારા વિધેયક, ગુજરાત કો-આેપરેટિવ સોસાયટી સુધારા વિધષયકની ચકાસણી વિભાગ દ્વારા પૂર્ણ કરીને કેબિનેટને સાેંપી દેવામાં આવ્યા છે.
જ્યારે વિભાગમાં પડતર બિલોમાં ગજુરાત પ્રાેફેશનલ ટેકનીકલ એજ્યુકેશનલ કોલેજ આૈર ઈિન્સ્ટટયુટ, ગુજરાતી એમએસએમઈ વિધેયક (વટહુકમ)માં ફેરવશે.
આ તમામ વિધેયકો ત્રણ દિવસમાં પસાર કરવાના મૂડમાં રાજ્ય સરકાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આ ત્રણ દિવસ દરમિયાન કાેંગ્રેસ વિવિધ મોરચે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

સત્રને લઇને બન્ને રાજકીય પક્ષોની ટંૂક સમયમાં બેઠક
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિધાનસભાના સત્રને લઈને રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવશે જેમાં વિવિધ કામગીરીના એજન્ડાને બહાલી આપવામાં આવશે તો ભાજપ દ્વારા શિસ્તના મુદ્દે અઢી લાઈનની િવ્હપ પણ જાહેર કરવામાં આવશે.

અગાઉના દાખલ પરંતુ પડતર બિલ
* ઈન્ડિયન ફોરેસ્ટ (સુધારા) વિધેયક
* ગુજરાત લેબર વેલ્ફેર ફંડ (સુધારા) વિધેયક
* ગુજરાત સંસ્કૃત એજ્યુકેશન બોર્ડ વિધેયક

કેબિનેટને સાેંપાયેલા વિધેયકો
* ગુજરાત સ્ટેટ એજ્યુકેશન હાયર સેકન્ડરી એજ્યુકેન કાઉિન્સલ (સુધારા) વિધેયક
* ગુજરાત લેન્ડ રેવન્યુ (સુધારા) વિધેયક
* જીએસટી (સુધારા) વિધેયક
* ગુજરાત કો-આેપરેટિવ સોસાયટી (સુધારા) વિધેયક

વિભાગમાં હાલ કામગીરી ચાલુ છે તેવા વિધેયકો
* ગુજરાત એન.એસ.એમ.ઈ. (વટહુકમ)નું વિધેયક
* ગુજરાત પ્રાેફેશનલ ટેકનીકલ એજ્યુકેન કોલેજિસ આૈર ઈિન્સ્ટટયુટ (ફી) અંગેનું સુધારા વિધેયક