તિરૂપતિ બાલાજી મંદિરમાં 9000 કિલો સોનુ જમા થયુંઃ વર્ષે 1200 કરોડની અધધ આવક

May 11, 2019 at 10:38 am


આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલા તિરુપતિ બાલાજીના દુનિયાના હિન્દુઆેના સૌથી વૈભવી મંદિર પાસે 9,000 કિલોથી વધુ સોનું છે. આ માહિતી અધિકારીઆેએ આપી. શ્રી વેંકટેશ્વર મંદિરના મેનેજર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)નું 7,235 કિલો સોનું વિવિધ ડિપોઝિટ યોજનાઆે હેઠળ દેશની બે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે જમા છે. ટીટીડીના ખજાનામાં 1,934 કિલો સોનું છે, જેમાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી ગયા મહિને પાછા મેળવાયેલા 1,381 કિલો સોનાનો સમાવેશ થાય છે. પીએનબીએ આ સોનું ત્રણ વર્ષની ડિપોઝિટ યોજનાની પરિપક્વતા મુદત પૂરી થયા પછી પાછું આપ્યું હતું.

ટીટીડી બોર્ડે હવે નક્કી કરવાનું છે કે 1,381 કિલો સોનું કઈ બેન્કમાં જમા કરવાનું છે. સૂત્રો મુજબ બોર્ડ સોનાની વિવિધ ડિપોઝિટ યોજનાઆેનો અભ્યાસ કરી રહ્યું છે અને જેમાં વધુ રિટર્ન મળશે તેમાં જમા કરશે. ટીટીડીના ખજાનામાં બાકી 553 કિલો સોનામાં શ્રદ્ધાળુઆેના ચઢાવાના નાના-નાના આભૂષણોનો સમાવેશ થાય છે.ટીટીડી હંમેશા જમા સોનાની વિગતો આપવાનું ટાળતું રહ્યું છે, પરંતુ ગયા મહિને તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઆે દ્વારા 1,381 કિલો સોનું જપ્ત કરાયા પછી સંસ્થાએ સોનાની માહિતી આપી. સોનું તમિલનાડુના તિરુવંુર જિલ્લામાં 17 એપ્રિલે એ સમયે જપ્ત કર્યું જ્યારે તે પીએનબીની ચેન્નઈ શાખામાંથી તિરુપતિ સ્થિત ટીટીડીના ખજાનામાં લવાતું હતું.

આ મંદિરમાં દૈનિક 50,000 તીર્થયાત્રી પહાેંચે છે અને મંદિરની વાર્ષિક આવક 1,000 કરોડ રુપિયાથી લઈને 1,200 કરોડ રુપિયા છે.શરુઆતમાં ટીટીડીએ જપ્ત કરાયેલું સોનું તેનું હોવાની વાતનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે તેને એ ક્યારેય ખબર નથી કે મંદિરમાં સોનું પાછું આવવાનું હતું, પરંતુ વિવાદ વધતા તેણે પોતાના વલણનો બચાવ કરતા કહ્યું કે સોનું જ્યાં સુધી ટીટીડીના ખજાનામાં નહી પહાેંચે ત્યાં સુધી તે તેનું સોનું નથી.

પીએનબી દ્વારા આવકવેરા વિભાગને દસ્તાવેજ સાેંપ્યા પછી બે દિવસ પછી સોનું ટીટીડીના ખજાનામાં પહાેંચી ગયું. બેન્કે સોનું તિરુપતિ મંદિરનું હોવા અને તેને મંદિર મોકલવા સંબંધિત દસ્તાવેજ આઈટી વિભાગને આપ્યા હતા. ટીટીડીના કાર્યકારી અધિકારી અનિલકુમાર સિંઘલ સંપૂર્ણ વિવરણ સાથે આવ્યા કારણ કે મુખ્ય સચિવ એલ.વી. સુબ્રમÎયમે સોનું લઈ જવામાં થયેલી ગરબડની તપાસનો આદેશ આપ્યો હતો.

કઈ બેન્કમાં કેટલું સોનું
મંદિરનું 1,311 કિલો સોનું 2016માં પીએનબી પાસે જમા કરાવ્યું હતું. બેન્કે વ્યાજમાં 70 કિલો સોનાની સાથે જમા સોનું પણ પાછું આપ્યું હતું. ટીટીડીએ જણાવ્યું કે તેનું 5,387 કિલો સોનું ભારતીય સ્ટેટ બેન્કમાં જમા છે અને 1,938 કિલો સોનું ઈન્ડિયન આેવરસીસ બેન્ક પાસે જમા છે. છેલ્લા બે દાયકાથી ટીટીડી પોતાનું સોનુ અનેક સરકારી બેન્કોમાં વિવિધ યોજનાઆે હેઠળ જમા રાખે છે.

Comments

comments

VOTING POLL