તિરૂપતિ મંદિરે 143 ટન વાળની હરાજી કરી 11.17 કરોડની કમાણી કરી

February 8, 2019 at 10:59 am


તિરુપતિ મંદિરે 143 ટન વાળાની હરાજી કરીને 11.17 કરોડ રુપિયાની કમાણી કરી છે. જાન્યુઆરી મહિનામાં આ વાળની હરાજી કરવામાં આવી હતી.

મંદિર ટ્રસ્ટ દ્વારા વાળની ઇ-હરાજી કરવામાં આવી હતી. ભક્તો દ્વારા દાન કરવામાં આવેલા વાળનાં પાંચ ગ્રેડ પાડવામાં આવ્યા હતા જેમાં સફેદ વાળનો પણ સમાવેશ થાય છે. આ કેટેગરી વાળની લંબાઇનાં આધારે કરવામાં આવે છે.

પહેલી કેટેગરીમાં 27 ઇંચ લાંબા વાળની હોય છે અને બીજી કેટેગરીમાં 19 થી 26 ઇંચ સુધી લાંબાવાળની હોય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જે વાળને હરાજીમાં મુકવામાં આવ્યા હતા તેમાં 2900 કિલો વાળ પ્રથમ કેટેગરીમાં આવતા હતા. બીજી કેટેગરીમાં આવતા 3100 કિલો વાળને પ્રતિ કિલોનાં 17,011નો ભાવ રાખવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં ભક્તો તિરુપતિ મંદિર દર્શને આવે છે અને અંહીયા મુંડન કરાવીને તેમના વાળનું દાન કરે છે. આ પ્રાચિન મંદિર પર મૂંડન કરાવવું એ જુની પરંપરા છે. દર વર્ષે હજારો કિલો વાળ આવી રીતે એકત્ર થાય છે.

Comments

comments