તેનું મિસ મિસ કર દા

February 3, 2018 at 7:25 pm


બાૅલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખે તેની આગામી ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ શરૂ કરી નાખ્યું છે. ઇન્દ્રકુમાર દિગ્દશિર્ત આ ‘ધમાલ’ની ત્રીજી સીક્વલ છે. રિતેશે સોશિયલ મીડિયા પર ફિલ્મની શરૂઆત થઇ ચૂકી છે એમ જણાવ્યું હતું અને સાથે તેના મિત્ર આશિષ ચૌધરીને યાદ કરતાં લખ્યું હતું કે ”ટોટલ ધમાલ’ની પાગલપંતી તો શરૂ થઇ ચૂકી છે, પણ આશિષ તારી સાથે કરેલા કામને હું બહુ મિસ કરું છું.’ જેવું રિતેશે આ પોસ્ટ કર્યું એવો તરત જ તેના મિત્ર આશિષનો મેસેજ આવી ગયો કે ‘તારા જેવો સારો મિત્ર મારો કોઇ નથી. ‘ધમાલ’માં આપણે જેટલી મસ્તી કરી હતી એ મને યાદ છે ને હું એને ક્યારેય નહી ભૂલું, અને થાેડા સમયમાં તારી સાથે શૂટ કરવા આવી રહ્યાે છું’ આશિષ ‘ધમાલ’ની બે સીક્વલમાં દેખાણો હતો અને ત્રીજી સીક્વલમાં પણ તે જોવા મળશે. ફિલ્મનું પહેલા ચરણનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે હવે થાેડા સમય બાદ આશિષ પણ કામે લાગી જશે. ‘ધમાલ’ની ત્રીજી સીક્વલમાં રિતેશ દેશમુખની સાથે અજય દેવગણ, સંજય દત્ત, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી, નિહારિકા રાયજાદા, આશિષ ચૌધરી જોવા મળશે.

Comments

comments

VOTING POLL