તેલંગાણામાં બસ ખીણમાં ખાબકી જતાં બાવનના મોત, અનેક ઘાયલ

September 11, 2018 at 8:05 pm


તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં કાેંડાગટ્ટુ નજીક એક ઉંડી ખીણમાં તેલંગાણા રાજ્ય માગૅ પરિવહન નિગમની બસ ગબડી પડતા આેછામાં આેછા બાવન શ્રદ્ધાળુઆેના મોત થયા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા શ્રદ્ધાળુઆે પૈકી પણ કેટલાકની હાલત ગંભીર છે. જેથી મોતનાે આંકડો વધી શકે છે. બીજી બાજુ બચાવ અને રાહત કામગીરી હાલમાં ચાલી રહી છે જેથી વાસ્તવિક આંકડા અંગે વાત કરવી ખુબ જ મુશ્કેલ છે. ઘટનાસ્થળે પહાેંચેલી પાેલીસ ટુકડીએ માહિતી આપતા કહ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસની બ્રેક ફેઇલ થવાના કારણે આ ગમખ્વાર અકસ્માત સજાૅયો હતાે. મળેલા અહેવાલ મુજબ તેલંગાણા રાજ્ય માગૅ પરિવહન નિગમની બસ ખીણમાં ખાબકી ત્યારે આ બસમાં 87 લોકો મુસાફરી કરી રહ્યાા હતા. ઘટનાસ્થળે પહાેંચેલા જગતિયાલના કલેક્ટર દ્વારા પણ બચાવ અને રાહત કામગીરી ઉપર નજર રાખવામાં આવી હતી. નાણામંત્રી એતેલા રાજેન્દ્રએ આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે, હાલના સમયની સાૈથી મોટી બસ દુર્ઘટના સજાૅઈ છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બસ કોન્ડાગટ્ટુના હનુમાન મંદિરથી જગતિયાલ તરફ વધી રહી હતી ત્યારે રસ્તામાં બસની બ્રેક ફેઇલ થઇ જતાં બસ ખીણમાં ખાબકી ગઈ હતી. ખીણમાં ખાબકી જતાં પહેલા આ બસ ચાર વખત પલટી મારી ગઈ હતી. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ બસ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને મૃત્યુ પામેલા અંગે આઘાત વ્યક્ત કયોૅ છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોને વહેલી તકે ઝડપથી સારવાર મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. પ્રદેશ સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સÇયોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલ થયેલા લોકોને પણ તમામ મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોની આેળખ હજુ સુધી થઇ શકી નથી. ઇજાગ્રસ્તાેને નજીકની હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમની આેળખ કરવાના પ્રયાસ પણ થઇ રહ્યાા છે. આ તમામ ભોગ બનેલા લોકો ધા##352;મક સ્થળ ઉપર જઇ રહ્યાા હતા. છેલ્લા ત્રણ દિવસથી ધા##352;મક સ્થળ શ્રીઅંજને સ્વામી ખાતે ભારે ભીડ હતી. આ સ્થળ ઉપર તમામ લોકો જઇ રહ્યાા હતા. બસમાં રહેલી ક્ષમતા કરતા ચાર ગણી ભરવામાં આવી હતી. મુખ્યમંત્રી રાવે કહ્યું છે કે, આ મામલામાં તપાસનાે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. જગતિયાલ જિલ્લાના એસપી િંસધૂ શમાૅએ કહ્યું છે કે, તપાસના આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર શરદ પણ ઘટના સ્થળે પહાેંચ્યા છે. કરીમનગરના ઇન્ચાર્જ મંત્રી રાજેન્દ્રને ઘટનાસ્થળે પહાેંચી જવા મુખ્યમંત્રી દ્વારા આદેશ કરાયો છે. તેલંગાણામાં આજે બનેલી આ ઘટનાને લઇને મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર પહાેંચ્યા હતા. બચાવ અને રાહત કામગીરીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પાેલીસ ટુકડી પણ જોડાઈ હતી. ભારે જહેમત બાદ બસમાંથી મોટી સંખ્યામાં લોકોને બહાર કાઢવામાં આવ્ય હતા. તેલંગાણા રાજ્ય માગૅ પરિવહન નિગમની બસના ડ્રાઇવરે પણ લાપરવાહી દશાૅવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ બાદ જ આ સંદર્ભમાં વધુ માહિતી મળી શકશે પરંતુ તાજેતરના સમયની સાૈથી મોટી બસ દુર્ઘટના તરીકે આને ગણવામાં આવે છે. કાેંડાગટ્ટુ બસ દુર્ઘટનાના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. હૈદરાબાદથી પ્રાપ્ત અહેવાલ મુજબ આ અકસ્માતમાં મોટી સંખ્યામાં મહિલાઆે પણ હોવાનું પણ જાણવા મળ્યું છે. બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરીને સગાસંબંધીઆેને પણ જાણ કરવામાં આવી હતી. ઘાયલ થયેલા લોકોએ અકસ્માત અંગે પાેલીસ અને કલેક્ટર આેફિસમાં જાણ કરી હતી. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. પુરતી બસ ભરચક હોવા છતાં આટલી સંખ્યામાં લોકોને કેમ બેસાડવામાં આવ્યા તેને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL