તો ગણતરીની મિનિટોમાં જ પાક. સેનાને ધૂળ ચાટતી કરી દેશે ભારતીય રણબંકાઆે

August 20, 2019 at 10:53 am


ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યાે છે. પાકિસ્તાન સતત ભારતને પોતાની સૈન્ય તાકાતની ગીદડભપકી આપતું રહ્યું છે પરંતુ હવે ખુદ પાકિસ્તાની રક્ષા નિષ્ણાતે તેની જ પોલ ખોલીને રાખી દીધી છે. મિલિટ્રી ઈન્ક…ઈનસાઈડ પાકિસ્તાન મિલિટ્રી ઈકોનોમીની લેખિકા આયેશા સિદ્દીકીના નિવેદને પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. આયેશાએ લખ્યું છે કે પાકિસ્તાની સેના ભારત સાથેની આરપારની લડાઈમાં મિનિટોમાં સાફ થઈ જશે. પાકિસ્તાન અત્યારે અર્થવ્યવસ્થાની ગંભીર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે અને ફુગાવો પણ નિયંત્રણમાંથી બહાર છે. આ સ્થિતિમાં પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરી શકવાની સ્થિતિમાં છે જ નહી.

તેમણે કહ્યું કે જ્યારે મેં પાક અધિકૃત કાશ્મીરના મિત્રને પૂછયું કે પાકિસ્તાની સેના ભારત સામે યુદ્ધ શા માટે કરી રહી નથી તો તેણે સ્પષ્ટ જવાબ આપ્યો કે પાકિસ્તાન હારી જશે. આ વાતનો મતલબ છે કે સામાન્ય માણસ પણ સમજી રહ્યાે છે કે પાકિસ્તાની સેના ભારત સામે યુદ્ધ કરી શકે તેમ જ નથી.
તેમણે આગળ એવું પણ લખ્યું કે પહેલી વખત સામાન્ય માણસ પણ સમજી ચૂક્યો છે કે ભારત સાથે પાકિસ્તાનનું યુદ્ધ સંભવ નથી. પાછલા 72 વર્ષથી પાકિસ્તાની સેનાનું ફોકસ ભારત અને કાશ્મીર પર હતું. પાકિસ્તાની સેનામાં અમુક હિસ્સાઆે ઘણા ગુસ્સામાં છે અને તેઆે પણ હવે સવાલો ઉઠાવી રહ્યા છે.

આયશા સિદ્દીકીનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ટવીટર પર ભારતને અપાયેલી ધમકી બાદ આવ્યું છે. પોતાના ટવીટમાં ઈમરાને કહ્યું હતું કે ભારત પર હિન્દુ વર્ચસ્વવાદી વિચારધારા અને નેતૃત્વએ એવી રીતે કબજો કરી લીધો છે જેવી રીતે જર્મની પર નાજીઆેએ કર્યો હતો. બે સપ્તાહથી ભારતના કબજાવાળા કાશ્મીર (પાકિસ્તાન ભારતના હિસ્સાવાળા કાશ્મીરને આ જ કહે છે)માં 90 લાખ કાશ્મીર ઘેરાબંધીથી ડરેલા છે. આ ખતરાની ઘંટડી અંગે દુનિયાને ખબર પડવી જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રએ પણ પોતાના અધિકારીઆેને અહી મોકલવા જોઈએ.

Comments

comments

VOTING POLL