તો હવે ફિલ્મો પર પણ સટ્ટો શરુ, ડીસેમ્બરમાં રીલીઝ થનારી ફિલ્મો પર આટલા રૂપિયાનો સટ્ટો…

November 29, 2019 at 11:05 am


Spread the love

કમાણીના પ્રમાણે હિંદી સિનેમા માટે આ વરસ ઘણું સારુ રહ્યું છે. આ જોઇને ડિસેમ્બર મહિનામાં રીલિઝ થનારી છ ફિલ્મો પર અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો સટ્ટો લાગી ચુક્યો છે. વરસના છેલ્લા મહિનામાં છ બિગ બજેટ ફિલ્મો રીલિઝ થઇ રહી છે. દરેક ફિલ્મ પર મુંબઇના સટોડિયાઓની નજર છે. જેમાં સોથી વધુ સ્પર્ધા સલમાન ખાનની દબંગ ૩ અને અક્ષય કુમારની ગુડ ન્યુઝ પર છે. બન્ને ફિલ્મોના ભાવ સટ્ટા બજારમાં લગભગ એકસમાન જ ખુલ્યા છે. પરંતુ લોકો વધુ પૈસા દબંગ ૩ પર લગાવી રહ્યા છે. સટ્ટા બજારમાં હાલ સૌથી નબળી ફિલ્મ અર્જુન કપૂરની પાણીપત ચાલી રહી છે. આ ઉપરાંત કાર્તિક આર્યની ફિલ્મ પતિ પત્ની ઔર વો રીલિઝ થઇ રહી છે. જો કે આ ફિલ્મમાં સટોડિયાઓને ખાસ રસ નથી. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં રીલિઝ થઇ રહેલી મર્ર્દાની ૨ પણ સટ્ટા બજારની ફેવરિટ ફિલ્મ છે. અત્યાર સુધીમાં તેના પર પણ લગભગ સો કરોડનો સટ્ટો રમાઈ ચુક્યો છે.આ ફિલ્મનની કમાણી સો કરોડનો વ્યવસાય કરશે કે નહીં એના પર સટ્ટો લાગ્યો છે. જો આમ ન થાય તો સો રૂપિયાના સટ્ટા પર ૯૦ રૂપિયા અને જો કમાણી થાય તો સો રૂપિયાના સટ્ટા પર ૧૧૦ રૂપિયા મળશે. સાલ ૨૦૧૯ની સૌથી વધુ પ્રતીક્ષિત ફિલ્મ દબંગ ૩ સૌથી વધુ ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બરના રીલિઝ થઇ રહી છે અને તેનો ભાવ ૨૦ પૈસા ખુલ્યો છે. આ ફિલ્મ રૂપિયા ૩૦૦ કરોડનો વ્યવસાય કેટલા દિવસમાં પુરો કરશે એના પર સટ્ટો લાગ્યો છે.