ત્રંબામાં બે વર્ષથી જર્જરિત વીજપોલ બદલવામાં પીજીવીસીએલના ઠાગાઠૈયાઃ લોકોમાં રોષ

August 25, 2018 at 11:31 am


ત્રંબામા છેલ્લા બે વર્ષથી જર્જરીત વીજપોલ બદલવામા તંત્ર ઉણુ ઉતરતા લોકોમા રોષ ફેલાયો છે. રાજકોટ નજીકના ત્રંબા ગામે ઇિન્દરા આવાસ વિસ્તાર મા આવેલ વિજપોલ પચીસ વર્ષ જૂનો છે હાલ તે જર્જરીત હાલતમાં છેલ્લા બે વર્ષથી જોવા મળે છે જેને કારણે લતાવાસીઆેએ અનેક વખત ત્રંબા ખાતે આવેલ પીજીવીસીએલ કચેરીએ વીજ પોલ બદલવા લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં વીજ પોલ બદલાવેલ નથી આ વીજપોલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી આસપાસમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે અને આસપાસના નાના બાળકોને તેમના માતા-પિતા આે બહાર પણ પણ બહાર પણ પણ મોકલતા નથી આ વીજપોલ ક્યારે ધરાશાયી થાય તેનું કોઈ કોઈ નક્કી નથી આ વીજ પોલ અકસ્માતે તૂટી પડે તો જાનહાની થવાની ભારે શક્યતા સેવાઈ રહી છે ખાસ કરીને આ વીજપોલ જ્યાં ઊભો છે તે મેઇન રોડ હોય ત્યાંથી લોકોની અને વાહનચાલકોને ભારે અવરજવર રહે છે ખાસ કરીને સ્કુલ પણ બાજુમાં હોય ત્યાંના બાળકો પણ ચાલીને આ વીજપોલ પાસેથી જ નીકળતા હોય છે આ વીજપોલ કોઈ નિર્દોષનો ભોગ લ્યે તે પહેલા આ વીજ પોલ બદલવા માટે ગત તારીખ 13ના રોજ ત્રંબાના જાગૃત નાગરિક એવા જી એન જાદવ દ્વારા ત્રંબાની પીજીવીસીએલ કચેરીએ લેખિત રજૂઆત રજૂઆત કરાઈ છે પરંતુ આજે બાર દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતા છતા નિંદ્રાધીન પીજીવીસીએલનુ તંત્ર આ વીજ પોલ પોલ બદલવા માટે ઉણુ ઉતર્યું છે આ મામલે જ્યારે ત્રંબા પીજીવીસીએલના જુનીયર એંજીનીયર. આસોદરીયાનો સંપર્ક કરતા જણાવેલકે આ કામ મારા અંડર આવતુ નથી તમે ડેપ્યુટી એંજીનીયર સોરઠીયાનો સંપર્ક કરો તેમનો ટેલીફોનીક કોન્ટેક્ટ કરતા સાહેબે કોલ ઉપાડવાની તિસ્દ પણ લીધી ન હતી.

Comments

comments

VOTING POLL