ત્રણ વીમા કંપનીઆેના વિલીનીકરણનો ટૂંક સમયમાં ફેંસલો

October 9, 2019 at 11:07 am


વીમા કંપનીઆેના વિલય પર ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે ત્રણ વીમા કંપનીઆેના વિલયની કેબિનેટ તૈયાર કરી મંજૂરી માટે રવાના કરી દીધી છે.
વિલયનો પ્રસ્તાવ બજેટમાં કરવામાં આવ્યો હતો. કેબિનેટની મંજૂરીની સાથે જ આેરિએન્ટલ ઈºસ્યોરન્સ, નેશનલ ઈºસ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈºસ્યોરન્સના વિલયની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ સાધારણ વીમા ક્ષેત્રમાં દેશની સૌથી મોટી કંપની હશે. સાથે જ તેની વીમા બજારમાં ભાગીદારી 35 ટકા થઈ જશે. સરકાર તેના વિલય બાદ કારોબારી જરૂરિયાત પૂરી કરવા માટે 12 હજાર કરોડ રૂપિયા આપવા માટે પણ સહમત થઈ ગઈ છે.

Comments

comments