ત્રાપજ પાસે કાર અને ડમ્પર અથડાતા અલંગના વેપારીનું મોત

February 9, 2018 at 3:07 pm


આજે સવારે થયેલા અકસ્માતમાં વેપારી વિજયશેઠનું મોત ઃ અન્ય 3 કાર સવારોને પણ ગંભીર ઇજા ઃ વેપારીઆે કાર લઇને અલંગ જઇ રહ્યા હતા ત્યારે ત્રાપજથી બે કિલોમીટર દુર પેટ્રાેલપંપ પાસે અકસ્માત નડéાે ઃ તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા અને પાલિવાલ અગ્રણીઆે હોસ્પિટલ દોડી ગયા ઃ અલંગના વેપારીઆેમાં ભારે શોક

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇ-વે પર વધતા જતા ટ્રાફીકના કારણે નાના-મોટા અકસ્માતની ઘટનાઆે રોજબરોજ બની રહી છે તેવામાં હાઇ-વેનું કામ ચાલી રહ્યું હોય બનાવોમાં વધારો થઇ રહ્યાે છે આજે સવારે ત્રાપજ નજીક વધુ એક અકસ્માત થયો હતો જેમાં અલંગના યુવાન વેપારીનું મોત નિપજ્યું હતું. અલંગના વ્યવસાયીઆે ભાવનગરથી કાર મારફત અલંગ જઇ રહ્યા હતા ત્યારે ત્રાપજથી બે કિ.મી.દુર ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં યુવા વેપારીનો ભોગ લેવાયો હતો. જયારે અન્ય ત્રણને પણ ગંભીર ઇજાઆે થઇ છે. બનાવના પગલે ટ્રાફીક જામ થતા પોલીસે દોડી જઇ રસ્તો ખુલ્લાે કરાવ્યો હતો.
આ અંગેની પ્રાથમિક ઉપલબ્ધ વિગતો મુજબ હાઇ-વે પર આવેલા રીલાયન્સના પંપ પાસે ત્રાપજ નજીક આજે સવારે લગભગ 8 વાગ્યાના સુમારે આેમ કન્ટ્રકશન કંપની (ચોક)નું કપચી ભરેલ ડમ્પર નં.જી.જે.04 એટી.2447 અને ભાવનગરથી અલંગ જઇ રહેલ અર્ટીગા કાર નં.જી.જે.04 સી.આર.0820 વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ બન્ને વાહનો વચ્ચે અકસ્માત એટલો જોરદાર થયો હતો કે કપચી ભરેલું ડમ્પર રોડ પરથી નીચે ઉતરી ગયુ હતુ અને પલ્ટી મારી આડુ વળી ગયુ હતુ. જયારે કારનું પણ પડીકું વળી ગયુ હતુ જેના કારણે કારમાં સવાર મુસાફરોને લોહીયાળ ગંભીર ઇજાઆે થઇ હતી. આ બનાવમાં ગંભીર ઇજા થવાથી વિજયભાઇ બટુકભાઇ ભટ્ટ (રે.ભાવનગર)નું મૃત્યું નિપજ્યું હતું જ્યારે શૈલેષભાઇ જાની સહિત 3 સહપ્રવાસીઆેને પણ ગંભીર ઇજાઆે સાથે સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પ્રાપ્ત વિગત મુજબ મૃતક વિજયભાઇ અલંગ શિપબ્રેકીગ યાર્ડમાં વિજયશેઠ તરીકે આેળખાતા હતા અને સારી એવી નામના અને બહોળુ મિત્ર વતુર્ળ ધરાવતા હતા. તેઆે જિલ્લા ભાજપના આગેવાન અને મણારના જીતુભાઇ ભટ્ટના પિતરાઇ ભાઇ થતા હોવાનું પણ જાણવા મળ્યું છે. વિજયભાઇના આકિસ્મક મોતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સર ટી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જયારે ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પણ દોડી આવી મૃતકના પરિવારજનને સાંત્વના પાઠવી હતી. છેલ્લા ઘણા સમયથી ભાવનગર સ્થાયી થયેલા વિજયભાઇ વ્યાપાર ધંધા અથ£ દરરોજ અલંગ આવ-જા કરતા હતા અને આજે પણ રાબેતા મુજબ તેઆે અલંગ જવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડતા તેમનું મોત નિપજ્યું હતું.

Comments

comments

VOTING POLL