ત્રાસવાદ સામે એરસ્ટ્રાઇક જેવા પગલા હજુય લેવાશે

July 18, 2019 at 8:18 pm


સંરક્ષણ મંત્રાલય દ્વારા સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનાે સામે વિશ્વસનીય કાર્યવાહી કરશે નહીં ત્યાં સુધી ભારત પાેતાની રા»ટ્રીય સુરક્ષાની ખાતરી કરવા કઠોર પગલા લેતું રહેશે. સાથે સાથે આતંકવાદની સામે પ્રભાવી એક્શન લેવામાં ખચકાટ અનુભવ કરશે નહીં. એર સ્ટ્રાઇક જેવા મોટા પગલાપણ લેતા પણ ભારત ખચકાશે નહીં. સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, પુલવામા હુમલાથી સાબિત થાય છે કે, ભારત સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઆેના નિશાના ઉપર છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઆે સામે કાર્યવાહી કરવા ભારત ખચકાશે નહીં. સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પાર ગાેળીબાર કરીને આતંકવાદીઆેને ભારતમાં ઘુસાડવા માટે તમામ પ્રયાસાે કરી રહ્યું છે.

આવી સ્થિતિમાં ઘુસણખોરીને રોકવા અને આતંકવાદનાે ખાત્મો કરવા ભારત સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રિપાેર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જૈશે મોહમ્મદ દ્વારા પુલવામા હુમલાથી સ્પષ્ટ થાય છે કે, ભારત પર હુમલા કરવા માટે આતંકવાદીઆે સતત તૈયારી કરતા રહે છે. ભારતને ટાગેૅટ બનાવવા માટે ત્રાસવાદીઆે ઇચ્છુક રહે છે. ભારતના જવાબમાં બાલાકોટમાં જૈશના સાૈથી મોટા ટ્રેિંનગ કેમ્પ ઉપર હવાઈ હુમલા કરાયા હતા. આવા હુમલાઆેનાે દોર ભવિ»યમાં પણ જારી રાખવામાં આવશે. રિપાેર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પાેતાની રા»ટ્રીય સુરક્ષા માટે કઠોર પગલા લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પાકિસ્તાને ત્રાસવાદી સંગઠનાેને સમર્થન આપવાનું બંધ કરવું જોઇએ. સાથે સાથે તેના દેશમાં રહેલા આતંકવાદી માળખાઆેને નષ્ટ કરવાની દિશામાં પહેલ કરવી જોઇએ.

Comments

comments