ત્રિશલાનંદનના હૈયાના હેતથી જન્મ વધામણાં: ભવ્ય ધર્મયાત્રા

April 17, 2019 at 11:03 am


‘જય બોલો મહાવીર કી… જન્મ્યો એક રાજકુમાર…’ આજે સમસ્ત જૈન સમાજે કણાના સાગર અને 24માં તીર્થંકર મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કણાના અવતાર વીર વર્ધમાનના 2618માં જન્મ કલ્યાણક મહોત્સવ અવસરે ધાર્મિક સાથે જીવદયાના કાર્યક્રમો ઠેર-ઠેર યોજાયા છે. આજે સવારે જિનાલયોમાં ભાવિકોએ વીર વર્ધમાનની પૂજા, ચૈત્ય વંદન સાથે ભક્તિ કરી હતી. આજે પ્રભુના જન્મોત્સવને વધાવવા જૈન સમાજ દ્વારા પ્રભાતફેરી, ધર્મયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે.
રાજકોટના સ્થાનકવાસી જૈન મોટા સંઘ દ્વારા આજે મહાવીર જયંતી મહોત્સવ નિમિત્તે પ્રભાતફેરી નીકળી હતી. દર વર્ષની જેમ સ્થાનકવાસી પ્રણાલિકા અનુસાર ભાવ અર્પણ પ્રભાતફેરીમાં થયા હતા. સવારે ત્રિકોણબાગ ખાતેથી જય જય મહાવીરના જયનાદ સાથે આ પ્રભાતફેરીનું પ્રસ્થાન થયું હતું. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રભાતફેરી નીકળી હતી ત્યારબાદ વિરાણી પૌષધશાળાએ પ્રભાતફેરી પહોંચી હતી જ્યાં પૂ.મહાસતીજીઓએ મંગલાચરણ ફરમાવ્યું હતું. આ અવસરે વિવિધ લકકી ડ્રો અને ધર્મ પ્રભાવના કરવામાં આવી હતી.
મહાવીર જયંતી જૈનમ ગ્રુપ દ્વારા ધર્મયાત્રા નીકળી હતી જેનું પ્રસ્થાન મણિયાર દેરાસરથી થયું હતું. આ ધર્મયાત્રામાં ભગવાન મહાવીરના જીવન-કવન ઉપર વિવિધ 30થી વધુ આકર્ષક ફલોટ્સ, બેન્ડબાજાની સુરાવલી, બાઈક અને કાર રેલી સાથે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. મણિયાર દેરાસરથી શ થઈ આ ધર્મયાત્રા સર્કિટ હાઉસ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ થઈ મહાવીર સ્વામી ચોક અને ત્યાંથી હેમુ ગઢવી હોલ પહોંચી હતી. ત્યારબાદ ધર્મયાત્રા ધર્મસભામાં પરિવર્તીત થઈ હતી. આ અવસરે જૈન સમાજના ચારેય ફિરકાના આગેવાનો અને ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
ચરમતીર્થ પતિ પરમાત્મા મહાવીરના 2618માં જન્મ કલ્યાણક મહોત્સવના રંગે ભાવિકો રંગાયા છે. આજે જિનાલયોને અદ્ભૂત શણગાર તેમજ 24માં તીર્થંકર વીર વર્ધમાનની સોના-ચાંદી અને ડાયમંડથી અમૂલ્ય આંગી કરવામાં આવી છે. માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નનું મહત્વ સાધુ-સાધ્વીજીઓએ વર્ણવ્યું હતું અને રાત્રે જિનાલયોમાં ભવ્ય ભક્તિ સંગીત પીરસવામાં આવશે.

Comments

comments

VOTING POLL