થાનગઢમાં દુકાનના તાળાં તુટયાઃ રૂા.35000ની મત્તાની ચોરી

September 11, 2018 at 12:22 pm


થાનગઢમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલા વિરાટનગર ગેટ નં.1 પાસે આવેલ સુરેશભાઈ લાલજીભાઈ જાદવની રીયલ જનરલ સ્ટોર નામની દુકાનમાં રાત્રીના સમયે તસ્કરો દુકાનના શટર તોળીને તેમાં રહેલાં રૂા.15000 રોકડા તથા રૂા.20000નો માલ સામાન મળીને કુલ રૂા.35,000ની ચોરી થયેલ છે. ઠંડા-પીણા, આઈસ્ક્રીમ તથા પાન મસાલા અને જનરલ માલ સમાનની આ દુકાનમાં ચોરી થતાં અહી રહેતા લોકોમાં ભયની લાગણી ઉભી થયેલ છે. કાયદો-વ્યવસ્થાના અભાવે લોકોમાં ભયની લાગણી થાય છે. ચોરને પકડવા માટે થાનગઢ પોલીસે ચક્રાેગતિમાન કરેલ છે.

Comments

comments

VOTING POLL