થાેરાળા મેઈન રોડ પર તરૂણ પર પાઈપ વડે હુમલો

November 28, 2018 at 3:31 pm


નવા થાેરાળા મેઈન રોડ પર બાલક સાહેબની જગ્યા પાસે આંબેડકર નગરમાં રહેતા તરૂણ પાનના ગલ્લે ગયો ત્યારે ત્રણ શખસોએ કોઈ બાબતે ઝધડો કરી પાઈપ વડે માર મારતા સારવારમાં ખસેડવામાં આવયો છે.

બનાવ અંગેની વિગત મુજબ નવા થાેરાળા મેઈન રોડ પર આવેલ આંબેડકર નગરમાં રહેતી પારુલબેન કિશોરભાઈ સાેંદરવા (ઉ.વ.44) નામની મહિલાએ થાેરાળા પોલીસમાં ફરીયાદ નાેંધાવી છે કે તેની પડોશમાં રહેતા ખુશાલ ધનરાજ તથા ગોવિંદભાઈ સહિત ત્રણ શખસોએ ગઈકાલે બપોરના સમયે પાનના ગલ્લે ફાકી લેવા જતા તેના દીકરા કેવલ કિશોરભાઈ સાેંદરવા (ઉ.વ.16) નામના તરૂણને પાઈપ વડે હુમલો કરી માર મારી શરીરે ઈજા કરતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવના પગલે એ.એસ.આઈ જી.એલ.વસાણીએ પ્રાથમીક તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL