થોડા વર્ષોમાં ચોકલેટ બની જશે ઈતિહાસ !

June 28, 2018 at 5:01 pm


ચોકલેટના ચાહકો માટે માઠા સમાચાર છે,,, નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 30 વર્ષમાં ચોકલેટનું ઉત્પાદન બંધ થઈ જશે. જેનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. ચોકલેટ માટેના રો મટીરિયલ એટલે કે કોકો પ્લાન્ટમાં ગ્લોબલ વોર્મિંગની અસર થતા છોડ ધીમે ધીમે બગડતા જાય છે. નિષ્ણાંતોએ કરેલા અભ્યાસ અનુસાર વધતી જતી માનવ વસતી અને સતત વધતા વરસાદના કારણે કોકોના પાકનું ધોવાણ થયું છે. જો પ્રqક્રયા આમ જ ચાલતી રહી તો આવનારા વર્ષોમાં કોકોની ખેતી પર વિપરીત અસર થશે અને તેના કારણે બની શકે કે લોકોને ચોકલેટ ખાવા માટે વધારે રુપિયા ખર્ચવા પડે.
કોકો પ્લાન્ટનો વિકાસ 20 ડિગ્રી તાપમાનમાં થાય છે. પરંતુ વધતી હિમવષાર્થી પાકનો નાશ થાય છે. તાપમાન વધવાના કારણે વાતાવરણનો ભેજ ઝડપથી સુકાય જાય છે. તેથી કોકોની ખેતી પહાળી પ્રદેશમાં કરવામાં આવે છે જેથી તેને અનુકૂળ ઠંડી અને ભેજ મળી રહે. ઘાનાના પહાડી પ્રદેશમાં હાલમાં કોકોની ખેતી થઇ રહી છે. જ્યાંથી મોટા પ્રમાણમાં ચોકલેટ માટેનો કોકો મળી રહે છે. ગત વર્ષે નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું હતું કે, પિશ્ચમના દેશોમાં 286 ચોકલેટના બાર વર્ષ દરમિયાન લોકો ખાઇ જાય છે. જે માટે 10 કોકો પ્લાન્ટ લગાવવા પડે છે. વિકસતા દેશમાં મીઠાઇ તરીકે ચોકલેટનો ઉપયોગ થાય છે. ચોકલેટ માટે હવે જોખમ ઊભું થયું છે. વર્ષ 1990થી ચીન, ઇન્ડોનેશિયા, ભારત, બ્રાઝિલ અને રશિયાના લાખો લોકો ચોકલેટ ઉદ્યાેગમાં પ્રવેશ્યા હતા. સમય જતા ચોકલેટના અનેક ફ્લેવરની વધતી જતી માગના કારણે પુરવઠો ખૂટતો જાય છે.

Comments

comments

VOTING POLL