થ્રિલર ડ્રામા ફિલ્મ ‘અંધાધુને’ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, ચીનમાં કમાણી 200 કરોડને પાર

April 16, 2019 at 2:30 pm


ડિરેક્ટર શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવી છે, ચીની બોક્સોફિસ પર 200 કરોડ રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને ફિલ્મે નવો રેકોર્ડ સર્જયો છે, આયુષ્યમાન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે અભિનીત આ ફિલ્મે ચીનમાં રિલીઝ થયાના 13 દિવસની અંદર આ કમાણી કરી છે. આ ફિલ્મ ચીનમાં પિયાનો પ્લેયરના નામે 3 એપ્રિલના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. નિર્માતાઓના કહ્યા પ્રમાણે, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, બજરંગી ભાઈજાન અને હિન્દી મીડિયમ પછી 200 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરનારી આ પાંચમી ફિ્લ્મ છે.

 

ફિલ્મ અંધાધૂનમાં આયુષમાન અંધ પિયાનો પ્લેયરનો રોલ કરે છે જે એક ક્રાઈમમાં પકડાય છે અને પછી તેની જિંદગી ઊલટસૂલટ થાય છે. તબુ અહીં કાવતરા ઘડતી અને મર્ડર કરતી મહિલા છે ત્યારે આવી ઈન્ટ્ર્સ્ટીગ સ્ટોરીએ લોકોના દિલમાં જગ્યા બનાવતા 200 કરોડને પાર કરનાર કમાણી કરનારી ફિલ્મ છે.

Comments

comments

VOTING POLL