દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સરકયુલેશનઃ ચાર દિવસ ઝાપટાંની આગાહી

September 8, 2018 at 3:09 pm


નાફેડની મગફળી નહી ખરીદવાનો નિર્ણય સૌરાષ્ટ્ર આેઈલ મિલ એસોસિએશન (સોમા) દ્વારા લેવાયો છે. 200 જેટલા મિલરો અને 250 જેટલા સીગદાણાના વેપારીઆે બહિષ્કારના એલાનમાં જોડાતા નાફેડ પાસે પડેલી 5&& લાખ ટન જેટલી મગફળીનો નિકાલ આગામી બે માસમાં નવી સીઝન શરૂ થાય તે પહેલાં કેમ કરવો તે સમસ્યા ઉભી થઈ છે. સોમાને અને વેપારીઆેને બહિષ્કારનું એલાન પાછું ખેંચવા માટે નાફેડ દ્વારા અનુરોધ કરાયો છે પરંતુ વેપારીઆે અને મિલરો લડત આપવા માટે મકકમ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સોમાના પ્રમુખ સમીરભાઈ શાહના જણાવ્યા મુજબ નાફેડની સીસ્ટમ સુધારવા માટે થોડા સમય અગાઉ રાજકોટમાં નાફેડના અધિકારીઆે સાથે મિલરો અને વેપારીઆેની મિટિંગ યોજવામાં આવી હતી આમ છતાં કોઈ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. બે મહિનાના બિલ હજુ પણ બાકી છે અને ડિલીવરી સમયસર મળતી નથી. જૂના પ્રશ્નો નિકાલ વગર પેન્ડિ»ગ પડયા છે ત્યાં નાફેડે બેઈઝ રેઈટ ડિકલેર કરવાની પોતાની સીસ્ટમ બંધ કરી દેતાં મિલરો અને વેપારીઆે માટે મગફળીની ખરીદી કરવાનું મુશ્કેલ બની ગયું છે. બેઈઝ રેઈટ ડિકલેર ન કરાતો હોવાથી કયા ગોડાઉનમાં કયા ભાવનું ટેન્ડર ભરાયું છે તેની કોઈ વિગતો મિલરો અને વેપારીઆેને મળતી નથી. જ્યાં સુધી આ નીતિમાં ફેરફાર નહી થાય ત્યાં સુધી અમે માલ ખરીદવા માગતા નથી.
જો કે, સામી બાજુ નાફેડના સત્તાવાળાઆે એવો જવાબ આપે છે કે, બેઈઝ રેઈટ ડિકલેર ન કરવો તેવો નીતિ વિષયક નિર્ણય લેવાયો છે અને સમગ્ર રાષ્ટ્રમાં તેની અમલવારી થઈ રહી છે.
મિલરો અને વેપારીઆે લડાયક મુડમાં આવતાં જ નાફેડે ગઈકાલથી અમદાવાદ ખાતે કન્ટ્રાેલરૂમ શરૂ કરી દીધો છે પરંતુ બેઈઝ રેઈટની નીતિમાં ફેરફાર ન થાય તો આ પ્રñનું નિરાકરણ આવવાની શકયતા નહીવત છે. એપ્રિલ માસમાં નાફેડ પાસે મગફળીનો જથ્થો હતો તેમાંથી 4&&& લાખ ટન જેટલી મગફળી વેચાઈ ગઈ છે અને બાકી રહેતો 5&& લાખ ટન જેટલો માલ આગામી બે માસમાં વેચી દેવાની મોટી સમસ્યા છે. દિવાળી પછી નવા માલની આવક થતી હોય છે તે જોતા હવે બે મહિનામાં જૂના માલનો નિકાલ કેમ થશે ં તે મોટો પ્રñ છે.

Comments

comments