દક્ષિણ ચીનના દરિયામાં અમેરિકાના 2 યુદ્ધ જહાજે દેખા દેતા તણાવ વધવાની શક્યતા

May 28, 2018 at 11:16 am


અમેરિકાના બે યુદ્ધ જહાજ દક્ષિણ ચીન સાગરના વિવાદીત સમુદ્રમાં જોવા મળ્યાં હત્યાં. આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શક્યતા છે.
ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુદ્ધ જહાજો જોયા હોવાનો દાવો કર્યો છે. અમેરિકા ઉત્તર કોરિયા મામલે ચીનના સહયોગની માંગણી કરી રહ્યું છે, તેવા સમયે જ લેવાયેલું આ પગલું ભડકાવનારૂ કામ કરી શકે છે. અમેરિકાનું આ ઓપરેશન બેઈજીંગના એ પ્રયાસોનો જવાબ ગણવામાં આવે છે, જેને અંતર્ગત તે આ રણનૈતિક ક્ષેત્રમાં જહાજની અવર જવરને અસર પહોંચાડવા માંગે છે.
અમેરિકાએ આ ઓપરેશનની યોજનાઓ અનેક મહિનાઓ પહેલા બનાવી હતી અને હવે તે રોજીંદુ બની ગયું છે. અમેરિકાના નૌકાદળ તરફથી કરવામાં આવનારા અભ્યાસથી ચીનને બહાર કરવાના કારણે બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ ઉભી થઈ છે અને આવા સમયે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી યુદ્ધ જહાજોની હાજરી ચિંતાજનક બાબત છે. નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, મિસાઈલ ડિસ્ટ્રોયર અને ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર પાર્સલ આઈલેંડથી માત્ર 12 નોટિકલ માઈલ જ દૂર હતાં.
આ ઓપરેશન પર ટીકાકારોનું કહેવું છે કે, અમેરિકાના આ વ્યવહારની ચીન પર વધારે અને લાંબી અસર નહીં થાય કારણ કે તેનું મહત્વ પ્રતિકાત્મક જ છે. જ્યારે અમેરિકાની સેનાની દુનિયામાં અનેક ઠેકાણે હાજરી છે અને તે આવા ઓપરેશન ચલાવતું જ રહે છે. અમેરિકાના સહયોગીઓના દાવા ધરાવતા વિસ્તારોમાં પણ તેની હાજરી હોય જ છે. જોકે તેનો રાજનૈતિક ઉદ્દેશ્યો સાથે કોઈ સીધો સંબંધ રહ્યો નથી. 12મેએ સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં જણાઈ આવે છે કે, ચીને જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ મિસાઈલો અને એંટી-શિપ ક્રુઝ મિસાઈલો વુડી આઈલેંડમાં તૈનાત કરી છે.

Comments

comments

VOTING POLL