દડીયા નજીક કારે બાઇકને ઠોકર મારતા દંપતિ ઘવાયું

February 1, 2018 at 2:15 pm


Spread the love

જામનગરના કિશાનચોકમાં રહેતા ઇન્દુબેન નરેશભાઇ નાખવા (ઉ.વ.52) તથા તેના પતિ મોટરસાયકલ નં. જીજે10બીકયુ-5584 લઇને બે દિવસ પહેલા દડીયા ગામે આવેલા પોતાના દેવસ્થાને દર્શન કરવા જતા હતા ત્યારે દડીયા ગામ પહેલા મામાસાહેબની મઢુલી રોડ પર ફોરવ્હીલ ગાડી નં. જીજે10એસી-6277ના ચાલકે બેફીકરાઇ, ગફલતથી ચલાવી બાઇકને પાછળથી ઠોકર મારી પછાડી દીધા હતા.

આ અકસ્માતમાં ઇન્દુબેનને માથાની પાછળ અને પગમાં ફ્રેકચર જેવી ઇજા તથા તેણીના પતિને બંને પગના ભાગે ઇજા પહાેંચી હતી. આ અંગે ફોરવ્હીલ ગાડી ચાલક સામે પંચ-બી માં ફરીયાદ કરવામાં આવી હતી.