દબંગ ધારાસભ્યો-સાંસદોનું હવે આવી બનશે

December 5, 2018 at 10:45 am


વર્તમાન અને પૂર્વ સાંસદો તથા ધારાસભ્યો સામેના પેન્ડિ»ગ ક્રિમિનલ કેસની ઝડપી ટ્રાયલ ચલાવવા તત્કાળ સ્પેશ્યલ કોર્ટોની રચના કરવાનો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટોને આદેશ કર્યો છે.
ખાસ કરીને બિહાર અને કેરળનાં દરેક જિલ્લામાં આવી સ્પેશ્યલ કોર્ટો સ્થાપવાની સૂચના આપી છે. ભ્રષ્ટ સાંસદો અને ધારાસભ્યોથી હવે પીછો છૂટે તેવી લોકોની અને સંસ્કારી દેશવાસીઆેની ઈચ્છા ફળીભૂત થાય તેવું લાગે છે.
મુખ્ય ન્યાયમૂતિર્ રંજન ગોગોઈ અને ન્યાયમૂતિર્ એસ.કે.કૌલ તથા કે.એમ.જોસેફે આજે આ આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ આવા કેસની ઝડપી સુનાવણી કરવામાં આવી રહી છે.
સ્પેશ્યલ કોર્ટો રચાઈ ગયા બાદ એમની ઝડપી કામગીરીનું રિપોટિર્ગ પણ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા અને હાઈકોર્ટો દ્વારા લેવામાં આવશે.
આમ હવે ગુનાખોર અને માફિયા ટાઈપના સાંસદો તથા ધારાસભ્યોનું આવી બન્યું હોય તેવો મિજાજ સુપ્રીમનો દેખાઈ રહ્યાે છે.
રાજનેતાઆે સામે કુલ 4122 કેસ પેન્ડીગ છે. 1991 કેસમાં ચાર્જ ફ્રેમ થયા નથી. 264 કેસોની ટ્રાયલ સામે હાયર કોર્ટનો સ્ટે છે. સુપ્રિમ કોર્ટે સેશન્સ કોર્ટને એવો આદેર્શ આપ્યો છે કે વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામેના 430 qક્રમીનલ કેશોની પ્રાયોરીટી બેઈઝ પર ટ્રાયલ ચલાવવાની રહેશે. વડી અદાલતે એમ પણ કહ્યું છે કે, સ્પેશ્યલ કોર્ટો લાઈફ ટર્મના કેસોને અગ્રતા આપશે અને સાંસદો-ધારાસભ્યો સામેના કેસોની ઝડપી સુનાવણી કરશે. એડવોકેટ અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા ક્રિમિનલ કેસોમાં દોષિત ઠરેલા રાજકારણીઆેના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મુકવાની માગણી કરતી જાહેર હીતની થયેલી અરજી પર સુપ્રીમ સુનાવણી કરી રહી છે.
આ અરજીમાં એવી માગણી પણ કરવામાં આવી છે કે, રાજકારણીઆે સામેના ગંભીર કેસોની ઝડપી ટ્રાયલ માટે ખાસ અદાલતો ત્વરિત બનવી જોઈએ. આ અંગેની સુનાવણી દરમિયાન જ સુપ્રીમની વડી બેન્ચે કેટલાંક આદેશો જારી કર્યા છે અને ગુનાખોર માનસ ધરાવતા સાંસદો-ધારાસભ્યોનું હવે આવી બન્યું છે તેવું લાગે છે. આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, સાંસદો અને ધારાસભ્યો સામેના ગંભીર કેસોમાં ઝડપી ટ્રાયલ થતી નથી માટે કોમનમેન ભેદભાવની લાગણી અનુભવી છે. કાયદા-કાનુનના રખવાલા જ કાયદાની ઐસીતૈસી કરવા માટે હવે કુખ્યાત બની ગયા છે ત્યારે ગંભીર સ્થિતિ સજાર્ઈ છે અને સુપ્રીમે તેની ગંભીર નાેંધ લીધી છે.

Comments

comments