‘દમ મારો દમ….’ બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યુટિફુલ અભિનેત્રી ઝીન્નત અમાન રાજકોટમાં

May 17, 2019 at 4:42 pm


બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી ઝીન્નત અમાન આજે રાજકોટ આવી પહોંચતા તેને નિહાળવા ચાહકો ઉમટી પડયા હતાં. આવતીકાલે રાજકોટમાં યોજાનાર લમીકાંત પ્યારેલાલ લાઇવ ઇન કોન્સર્ટમાં ઝીન્નત અમાન અને નિતેશ ભારતીની વિશેષ હાજરી રહેશે.

આજે બપોરે ઝીન્નત અમાન મુંબઇથી જામનગર પહોંચી હતી ત્યારબાદ જામનગરથી બાય કાર રાજકોટ આવી પહોંચી હતી. ૧૯ નવેમ્બર ૧૯૫૧મા જન્મેલી ઝીન્નત અમાનને બોલીવુડની એક એવી હિરોઇનના રૂપમાં યાદ કરવામાં આવે છે. જેણે હિરોઇનની પરિભાષાને બદલાવી નાખી હતી. કેમેરાની સામે બિન્દાસ હિરોઇન તરીકે ઉભરી હતી અને જેને લીધે બોલ્ડ અભિનેત્રી માનવામાં આવતી હતી. ફિલ્મ જગતમાં આવ્યા પહેલા તેણે એક પત્રકાર તરીકે કામ કયુ હતું ત્યારબાદ મોડલિંગ તરફ વળી અને અનેક કંપનીઓ માટે તેણે જાહેરખબરનું કામ કયુ હતું. મિસ ઇન્ડિયામાં પણ ઝીન્નત અમાને ભાગ લીધો હતો. જયારે ૧૯૭૦મા મિસ એશિયા પેસિફિક બની હતી. હલચલ ફિલ્મથી ઝીન્નત અમાને ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યેા હતો. દરમિયાન બોલીવુડના સુપરસ્ટાર દેવાનદં સાથે હરે રામા હરે ક્રિષ્ના ફિલ્મમાં કામ કયુ હતું. આ ફિલ્મમાં ઝીન્નત અમાને પોતાની વેસ્ટર્ન સ્ટાઇલ એવી રીતે રજૂ કરી હતી કે કરોડો દર્શકોના દીલની ધડકન બની ચુકી હતી. આજે પણ દમ મારો દમ ગીત યુવાનોની પસંદગી છે. આ ઉપરાંત ઝીન્નત અમાને અનેક ફિલ્મોમાં કામ કયુ છે

Comments

comments

VOTING POLL