દયાબેનને લઈને જેઠાલાલે કર્યો મોટો ખુલાસો …

August 16, 2019 at 12:17 pm


તારક મહેતા કા ઉલટા ચશ્માંનું પાત્ર દયાબેનને લઈને અવારનવાર મોટા અપડેટ આવી રહ્યા છે. ત્યારે દયાબેનને લઈને જેઠાલાલે મીડિયા સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો હતો. ત્યારે દયાબેનની વાતને લઈને થયેલા મોટા ખુલાસાને લઈને તારક મહેતા કા ઉલટા ચશ્માં અને દિશા વાકાણીના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે એક ઇન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, ‘મને કંઈ ખાસ ખબર નથી પણ એવું લાગી રહ્યું છે કે દયાબેન આ શોમાં પરત ફરી શકે છે. હું પણ એવી અપેક્ષા રાખું છે કે દયાબેન શોમાં પરત ફરે.’ ઘણા લાંબા સમયથી તેમના આગમનની વાતો થઇ રહી છે. પરંતુ હજી તેઓ શોમાં પરત ફર્યા નથી. તો સાથે એક મીડિયા રીપોર્ટ અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે, દિશા વાકાણી ફી વધારવાની માંગ કરે છે. પરંતુ નિર્માતાઓએ આ માંગને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. અત્રે ઉલેખ્ખ્નીય છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શો છેલ્લા અંદાજે ૧૧ વર્ષથી ચાલી રહ્યો છે ત્યારે આ શોના ફેન્સ પણ દયાભાભીના પાત્ર તરીકે ૧૧ વર્ષથી દિશા વાકાણીને જુએ છે. એટલે પણ ફેન્સ દયાબેનના પાત્ર તરીકે અન્ય કોઈ વ્યક્તિને સ્વીકારવા તૈયાર નથી થતાં.

Comments

comments

VOTING POLL