દરબારગઢ સર્કલમાં યુવાન પર છરીથી હુમલો

April 19, 2019 at 10:49 am


જામનગરના દરબારગઢ સર્કલમાં એક યુવાન પર છરીથી હુમલો કરીને ઇજા કયર્નિી લીંડી બજારના શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. ા. 500 નહીં આપતા આ હુમલો કરવામાં આવ્યો હતો.
જામનગરના કાલાવડ નાકા બહાર સતવારા વાડમાં રહેતા શબીર ઓસમાણભાઇ ગોદર (ઉ.વ.40) નામનો યુવાન ગઇકાલે દરબારગઢ સર્કલ પાસે બેઠા હતા ત્યારે સામેવાળાએ આવીને તેની પાસે ા. 500ની માંગણી કરી હતી આથી શબીરભાઇએ પૈસા આપવાની ના પાડતા ઉસ્કેરાયેલા શખ્સે અપશબ્દો બોલી છરીનો એક ઘા પગના ભાગે ઝીંકી દઇ ઇજા પહોંચાડી હતી.
શબીરભાઇએ સીટી-એ માં લીંડીબજારમાં આવેલી વાણંદ શેરીમાં રહેતા અસલમ ઉર્ફે ભુરો બાબુ જીગર નામના મેમણ શખ્સ સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

Comments

comments

VOTING POLL