દરરોજ ઉમેરો ભોજનમાં આ વસ્તુઓ, અને હાર્ટએટેકથી બીમારીથી રહો દૂર

November 29, 2018 at 2:36 pm


રોજિંદા જીવનમાં અમુક વસ્તુઓ એવી હોય છે કે જેના સેવનથી સ્વાસ્થય સારૂ રહે છે અને અનેક બીમારીઓનો ભોગ બનતા રોકાઈ શકીએ છીએ…કેટલીક વસ્તુઓ એવી છે કે જેનો ખોરાકમાં દરરોજ ઉપયોગ કરવાથી હાર્ટએટેક જેવી મોટી બીમારીથી બચી શકાય છે….આવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરીએ તો..

ટામેટા

ટામેટામાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટશિયમ વધારે પ્રમાણમાં હોય છે. તેથી દરરોજ ખાવું આવશ્યક છે.

ગાજર

હ્રદયના ધબકારાને નિયમિત રાખવા માટે તમારે રોજીંદા ભોજનમાં ગાજરનો ઉપયોગ કરવો જોઈએ. તમે તેનો રસ પણ ઉપયોગમાં લઇ શકો છો અથવા તમારા રોજીંદા સલાડમાં પણ તેનો ઉમેરો કરી શકો છો.

દુધી

દુધી એ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખે છે. જો તમને દૂધીનું શાકના પસંદ હોય તો તમે તેની સ્મુધી જેવું પણ બનાવી શકો છો. દુધીના રસમાં ફુદીનો, તુલસી ઉમેરીને રોજ બે વાર પીવાનું રાખો. આમ કરવાથી તમારા હૃદયની સાથે સાથે શરદી અને ઉધરસમાં પણ ફાયદો થશે.

ડુંગળી

થોડું કામ કરીને જો તમને થાક અનુભવાય છે અને ગભરામણ થતી હોય કે પછી શરીરમાં લોહીના પ્રવાહની તકલીફ હોય તો ડુંગળી ખાવાથી તમારી આ દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે. ડુંગળીને તમે રોજ ભોજન સાથે કાચી પણ ખાઈ શકો છો અથવા તો સલાડમાં પણ ઉમેરી શકો. આના કારણે હૃદયની બીમારી થવાના ચાન્સ ખૂબ જ ઘટી જાય છે.

લસણ-લાલ મરચું ભોજનમાં તેનો પ્રયોગ કરો. સવારના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.તો સાથે જ લાલ મરચાંની ભુકીના ઉપયોગથી તમે એક મિનિટમાં હાર્ટએટેકથી બચી શકો છો. તમને વિશ્વાસ ન થાય પણ વાત સાચી છે, કેવળ એક ચમચી મરચાની ભૂકી અને બસ એક જ મિનિટમાં હાર્ટએટેકના દર્દીને બચાવી શકાય છે.

આમ, જો યોગ્ય રીતે સાવચેતી રાખવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે, તેમજ જે લોકોને પોતાનું શરીર ભરાવદાર હોય તેમને વજન ઘટાડવા માટે અનેક પ્રયત્ન કર્યા પછી પણ વજન ઘટતું હોય નહિ

તો તેવા લોકોએ જીમમાં જવું જોઈએ અથવા તો કોઈ સારા ડાયટીશીયનની મુલાકાત લેવી જોઈએ. પણ જરૂરી નથી કે દરેક મિત્ર એ વજન ઘટાડવા માટે જીમમાં કે પછી મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવી શકે. તો આવા મિત્રોએ તેમના ભોજનમાં થોડાઘણા બદલાવ લાવીને અનેથોડા ઘરગથ્થું ઉપચાર કરીને તેમનું વજન ઘટાડવું જોઈએ. વધારે વજન એ ઘણીબધી બીમારીઓને આમંત્રણ આપે છે. અને જો તમે ઘરગથ્થું ઉપચારથી વજન ઘટાડશો તો તમને બીજા અનેક ફાયદા મળશે.

Comments

comments

VOTING POLL