દરરોજ ખાવો આ ફ્રુટ અને મેળવો 5 રોગોથી કાયમી છૂટકારો

November 27, 2018 at 1:30 pm


સ્ટ્રોબેરીએ એકદમ ટેસ્ટી ફ્રુટ છે પરંતુ ધણાં ઓછા લોકો આ ફ્રુટને ખાવાનું પસંદ કરે છે…બજારમાં તેની માંગની અછતને લીધે તે વેચાતું પણ ન હતું. પરંતુ ધીમે ધીમે આ ફળની માંગ ભારતમાં સારી એવી વધતી થઈ ગઈ છે. સ્ટ્રોબેરીના ફળ સુંદરતા તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બાળકોને આઈસ્ક્રીમમાં સ્ટ્રોબેરી ભાવે છે. તેમજ સ્ટ્રોબેરીનો ટેસ્ટ ખાટોમીઠો હોવાથી બાળકોથી લઈ મોટેરાઓ તેને માણી શકે છે.

પાચન ક્ષમતામાં વધારો કરે છે

સ્ટ્રોબેરીમાં ફાઇબર ખૂબ ઊંચી માત્રામાં જોવા મળે છે, જેથી તે આપણા પેટને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે અને પાચન ક્ષમતા વધારે છે. તેથી, દરરોજ સ્ટ્રોબેરીનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ.

હાડકા મજબૂત બનાવે છે

સ્ટ્રોબેરીમાં મેગ્નેશિયમ અને વિટામિન જોવા મળે છે, જે આપણા હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવે છે. તેથી, દરરોજ સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવો આવશ્યક છે.

બ્લડપ્રેશર પર નિયંત્રણ લાવે છે

સ્ટ્રોબેરીમાં મળતા ફ્લેવોનોઇડ હૃદયની સમસ્યાઓને દૂર કરે છે. દરરોજ 2 થી 3 સ્ટ્રોબેરી ખાવાથી શરીરનું ખરાબ કોલેસ્ટેરોલ ઓછું થાય છે, તેથી તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

કેન્સર જેવા રોગથી બચાવે છે

સ્ટ્રોબેરીમાં ફોલિક એસિડ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે કેન્સરના કોષોને દૂર કરે છે અને વ્યક્તિના શરીરને સુરક્ષિત રાખે છે. જેથી કેન્સર જેવા ભયનાક રોગથી બચવું શક્ય બને છે.

વજન ઘટાડે છે

એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્થોસિનીન્સ સ્ટ્રોબેરીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે આપણા શરીરમાં એકઠી થયેલ ચરબીને દૂર કરે છે જેથી આપણું વજન સરળતાથી ઘટાડી શકાય છે.

Comments

comments

VOTING POLL