દરિયાઈ પર્યાવરણની જાગૃતિ માટે આવેલી શઢવાળી હોડીનું પોરબંદરથી પ્રસ્થાન

December 1, 2018 at 2:44 pm


ભારતીય આર્મીની 75 મી વર્ષગાંઠ નિમિતે સમુદ્રી પર્યાવરણ જાગૃતિ માટે ઇન્ડીયન આર્મીની શઢવાળી હોડી હૈદરાબાદના હલ્દીયાથી સફરે નિકળી છે જે પોરબંદર ખાતે સવારે આવી પહાેંચતા તેમાં રહેલા જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમ પછી તેનું પ્રસ્થાન થયું હતું.

પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં ભયંકર પ્રદુષણ હોવાને લીધે સમુદ્રી જીવસૃિષ્ટને પણ નુકશાન થઇ રહ્યું છે ત્éારે ભારતીય આર્મીની 7પમી વર્ષગાંઠની ઉજવણી અનુસંધાને ર1 આેકટોબરના રોજ હૈદરાબાદના હલ્દીયાથી ભારતીય આર્મીની ‘બાવરીયા કલાસ-44’ શઢવાળી હોડી ભારતના દરીયાની સફરે નિકળી હતી જે વિશાખા પટનમ, ચેન્નાઇ, બેંગ્લોર, તિરૂવન્તપુરમ, ગોવા થઇને સવારે પોરબંદર પહાેંચી હતી. કુલ 41 દિવસની સફર બાદ પોરબંદર આવેલી આ હોડીએ 38પ0 નોટીકલ માઇલનું અંતર કાપ્યું હતું.

હોડીમાં જોડાયેલા જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલા સમારોહમાં એવી માહિતી અપાઈ હતી કે આ શઢવાળી હોડી ઇષ્ટકોસ્ટથી પોરબંદર વેસ્ટકોસ્ટ સુધીની સફરે નિકળી છે. ઇ.એમ.ઇ. શૈલીગ એશોસીએશનના ઉપક્રમે નિકળેલી આ હોડીમાં 53 જેટલા આર્મી આેફીસરો ક્રમશઃ અલગ-અલગ જગ્éાએથી 8 થી 10ના જુથમાં જોડાઇ રહ્યા છે જેમાં પાંચ મહીલા આેફીસરોનો પણ સમાવેશ થયો છે.

આમ પણ નેવી, આર્મી અને કોસ્ટગાર્ડમાં જોડાતા જવાનોને અનેક પ્રકારના અનુભવો સમુદ્રમાં તેમજ પહાડો ઉપર તથા સરહદમાં થતા હોય છે ત્યારે ઇન્ડીયન આર્મીના આ 53 જવાનોને શઢવાળી હોડીમાં પ્રેકટીલ રીતે દરિયામાં રહેવાનો અનુભવ, સેફટી, ઇમરજન્સી વખતે શુંુ કરવું, ટીમબિલ્ડીગ સહિત જુદા-જુદા પ્રકારના અનુભવો પ્રાપ્ત થયા છે તેની માહિતી તેઆેએ પોરબંદર ખાતે શેર કરી હતી.

45 દિવસની સફરે નિકળેલી આ હોડીમાં જોડાયેલા જવાનોએ અનેક જગ્યાએ વધુ પ્રમાણમાં દરિયાઇ પ્રદુષણ દેખાયું હતું ત્યાં તેઆેએ એ પાણીના પ્રદુષણના સેમ્પલ પણ લીધા છે અને લોકોને જાગૃત પણ કર્યા છે. અનેક જગ્યાએ તેઆેએ કાર્યક્રમો યોજીને પ્રદુષણ ઘટાડવા માટે માર્ગદર્શન પણ પુરૂ પાડયું હતું. આેલવેધરપોર્ટની જેટી ઉપરથી જનરલ કે.કે. અગ્રવાલ દ્વારા તેનું પ્રસ્થાન કરાવાયું હતું. મોટી સંખ્યામાં સુરક્ષા એજન્સીના જવાનો ઉપિસ્થત રહ્યા હતા.

વિવિધ હેતુઆે સાકાર થશે

સમુદ્રી પર્યાવરણ બચાવવા માટે લોકજાગૃતિના ભાગરૂપે નીકળેલી આ હોડીમાં જોડાયેલા જવાનોએ જણાવ્યું હતું કે આવી સમુદ્રી સફરથી વિવિધ હેતુઆે સાકાર થશે જેમ કે અરાઉન્ડ ધ વર્લ્ડ, નેશનલ અને ઈન્ટરનેશલ બોટીગ ચેમ્પીયનશીપ ટુનાર્મેન્ટ માટે પ્રેરણા મળશે તેમજ મરીન લાઈફને બચાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે સૌને માર્ગદર્શન મળશે.

બે સાયકલોન અને ખરાબ વાતાવરણ સામે ઝઝુમ્યા

સેલીગ એક્સપીડીશન લીડર મેજર આલોક યાદવે એવું જણાવ્યું હતું કે આર્મી દ્વારા પહેલી વખત જવાનોમાં સાહસની ભાવના વિકસે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ અભિયાન ચાલુ થયું ત્યારે બે બેન્ગાલમાં વેધર કન્ડીશન રફ હતું બે સાયકલોન અને ખરાબ વાતાવરણનો સામનો કરવો પડéાે હતો. પરંતુ યોગ્ય પ્લાનીગ, ટ્રેનીગ અને કોડ}નેશનને કારણે અને નેવી અને કોસ્ટગાર્ડના સહયોગથી 41 દિવસની અંદર આ એક્પીડીશન પૂર્ણ કર્યું હતું.

મહિલા આેફિસરે આપ્યા પ્રતિભાવ

પોરબંદર આવેલી શઢવાળી હોડીમાં જોડાયેલા મહિલા આેફિસર મેજર ગુપ્તાએ એવું જણાવ્યું હતું કે ચેન્નઈ થી પાેંડીચેરી અને ત્યાંથી ત્રિવેન્દ્રમ વચ્ચે આ સફરમાં જોડાયા હતા. પ્રથમ વખત ડીપ સી સેલીગ એક્સપીડીશનનો અનુભવ મળ્યો જેમાં ઘણું શીખવા મળ્યું છે. આ અભિયાનમાં જોડાતા પહેલા તેમણે ખાસ મુંબઈ અને ચેન્નાઈ માં ટ્રેનીગ લીધી હતી.

53 સેલર્સમાં પાંચ લેડી આેફિસરોનો સમાવેશ

પોરબંદર આવેલી હોડીએ 3850 નોટીકલ માઈલ પૂર્ણ કર્યા છે ત્યારે અધિકારીએ એવું જણાવ્યું હતું કે હલ્દીયાથી શરૂ ઈન્ડીયાને કવર કરીને આ સફર પૂર્ણ થશે જેમાં 53 સેલર્સને જોડાયા છે જેમાં પાંચ લેડી આેફિસરનો પણ સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL