દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાપાયે સ્થળાંતર: આર્મી, એનડીઆરએફ, બીએસએફના જવાનોએ મોરચો સંભાળ્યો

June 12, 2019 at 10:29 am


વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની છે તેવી આગાહીને ધ્યાનમાં રાખીને પોરબંદર, વેરાવળ, ગીર-સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકારી તંત્ર દ્વારા આજ સવારથી જ સ્થળાંતરની પ્રક્રિયા શ કરી દેવામાં આવી છે અને હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આજ સાંજ સુધીમાં સ્થળાંતરની મોટાભાગની પ્રક્રિયા પુરી થઈ જશે અને સ્થળાંતરિત લોકોને રહેવા માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે સાથોસાથ લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

વાવાઝોડા અને ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખાનાખરાબીની મોટી ભીતિ છે. માણસો અને માલઢોરના મૃત્યુ ન થાય તે માટે સરકારી તંત્ર દ્વારા સ્થળાંતર પર ભાર આપવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આર્મી, બીએસએફ, એનડીઆરએફની 50 જેટલી ટૂકડીઓએ મોરચો સંભાળી લીધો છે. વધારાની 20 જેટલી ટૂકડીઓ ભટીંડા અને પુનાથી આવશે. સરકારી શાળા-કોલેજોમાં સ્થળાંતરિત લોકોને રહેવા-ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોની શાળા-કોલેજોમાં ત્રણ દિવસની અને અન્ય વિસ્તારની શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

તમામ જિલ્લાઓમાં ક્ધટ્રોલ મ શ કરી દેવામાં આવ્યા છે અને પાણીના ભરાવાના નિકાલ માટે 100થી વધુ ડી-વોટરિંગ પમ્પ તૈયાર રાખવામાં આવેલ છે.
આજે ગુજરાતની કેબિનેટની બેઠક મળનારી હતી તે રદ કરવામાં આવી છે આવી જ રીતે કેન્દ્ર સરકારના પડતર ગુજરાતના પ્રશ્ર્નોની ચચર્િ કરવા માટે સંસદસભ્યોની બેઠક મળનારી હતી તે પણ રદ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL