દરેડની નવાનગર બેંકમાં 43.55 લાખની ઉચાપત કરનાર કેશીયરની અટકાયત

February 10, 2018 at 1:53 pm


જામનગરના દરેડમાં આવેલી નવાનગર બેંકના કેશીયરે 43.55 લાખની ઉચાપત કર્યાની ફરીયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી હતી, શેરબજારમાં પૈસા હારી જવાના કારણે સતત ત્રણ દિવસ બેંકમાંથી પૈસા ઉપાડી લીધા હતા, હાલ આરોપી કેશીયરને અટકમાં લઇને પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે, બેંકની આેપનીગ બેલેન્સ ચેક કરવામાં આવતા કૌભાંડ ખુલ્યુ હતું, ઉચાપતનો મામલો સામે આવતા બેંક વતુર્ળો સહિતમાં ચર્ચાએ જોર પકડયું છે. જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ-2માં આવેલ નવાનગર કો.આેપ.બેંક લી. ના કેશીયર તેજસે તા. 6 થી 8ના સમય દરમ્યાન બેંકમાં પોતાની ફરજ દરમ્યાન પોતે જાહેર સેવક હોવા છતા નવાનગર બેંકમાંથી આ સમયગાળામાં જમા થયેલી રકમ રૂા. 43.54.986ની રકમ પોતાના અંગત વપરાસમાં લઇ ઉચાપત-છેતરપીડી આચરી હતી. આ અંગેની વિગતો બહાર આવતા પવનચકકી પાસે રહેતા બેંક મેનેજર નિમેષ મગનલાલ રાજાણીએ પંચ-બી માં ગઇકાલે બેંકના કેશીયર જામનગરના ચાંદીબજાર ઝવેરી જાંપો ખાતે રહેતા તેજસ મહેન્દ્ર સંઘવી (ઉ.વ.32) ની સામે આઇપીસી કલમ 406, 409, 420 મુજબ ફરીયાદ નાેંધાવી હતી જેના આધારે બેંક વતુર્ળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બેંકના કેશીયર તેજસ સંઘવી શેર માર્કેટમાં મોટી રકમ હારી જતા લેણદારોને ચુકવવા માટે ત્રણ દિવસના ગાળામાં બેંકમાંથી રકમ લઇ ચુકવી હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે, બેંક મેનેજરે કેશબુક સાથે પેમેન્ટ મળે છે કે નહી તે ચેક કરવા તપાસ કરતા 43.54 લાખની ઘટ જોવા મળતા સમગ્ર મામલા પરથી પરદો ઉંચકાયો હતો. દરમ્યાનમાં પંચ-બી ડીવીડીઝનના પીએસઆઇ ખાંભલા, રાઇટર મગનભાઇ, શોભરાજસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી, બેંકના કેશીયરને અટકાયતમાં લઇને પુછપરછ હાથ ધરી હતી જેમાં શેર માર્કેટમાં પૈસા હારી જવાના કારણે ઉચાપત આચરી હોવાનું જણાવ્યુ હતું જે પૈકી અમુક રકમ ચુકવી દીધી છે. ગત તા. 6 ફેબ્રુ. થી 8 ફેબ્રુ. ના ત્રણ દિવસના ગાળામાં કટકે કટકે રકમ પોતાના અંગત ઉપયોગ માટે લઇ લીધી હતી. આ પ્રકરણમાં પોલીસ દ્વારા હાલ સાહેદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, ઉપરાંત પોલીસ દ્વારા બેંકમાં જડતી કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે, ઉચાપતના કેસમાં પુરાવા એકત્ર કરવા જુદી જુદી દિશામાં ચક્રાે ગતિમાન કર્યા છે, બેંકનો કેશિયર હાલના તબક્કે શેરબજારમાં પૈસા ગુમાવ્યાની વાત વહેતી કરી છે, આથી કેટલા રૂપિયા ગુમાવ્યા અને કોને કોને ચૂકવ્યા એ સહિતની પૂછપરછ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL