લોકભારતી સણોસરા ખાતે 29મીએ

August 20, 2018 at 1:17 pm


લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે બુધવારે દિવસે મનુભાઇ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા સાથે પૂર્વ વિદ્યાથ}આેને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે.
સણોસરા ખાતે ચિંતક સર્જક મનુભાઇ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળાના સોળમાં મણકાનું વ્યાખ્યાન બુધવાર તા.29ના સવારે યોજાવામાં આવેલ છે, જેમાં અથર્શાંી પાધ્યામક હેમંતભાઇ શાહ ‘દેશના વિકાસની દશા અને દિશા’ વિષય પર વ્યાખ્યાન આપશે.
વ્યાખ્યાનમાળા સાથે પૂર્વ વિદ્યાથ}આેને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં ગજરાબેન ચૌધરી (સમાજ સેવા), રવીન્દ્રભાઇ અંધારિયા (શિક્ષણ સાહિત્ય), વિનોદભાઇ મકવાણા શિક્ષણ-ગ્રામવિકાસ), તથા વિનોદભાઇ કેળરિયા (સાહિત્ય-પ્રચાર)નો સમાવેશ થાય છે. લોકભારતી સણોસરાની આ વ્યાખ્યાન તથા સન્માન કાર્યક્રમ માટે સંસ્થાના વડા રઘુવીરભાઇ ચૌધરી, અરૂણભાઇ દવે અને નિયામક હસમુખભાઇ દવેમુરારિ આયોજનમાં રહ્યા છે.

Comments

comments