દલિત સમાજના બાળકોના હત્યારાને ફાંસી આપવા માંગ

October 8, 2019 at 11:03 am


મધ્યપ્રદેશ રાજયના શિવપુરીમાં સિરસૌદ તાલુકાનાં ભાવખેડી ગામમાં તા.25-9-2019ના રોજ દલિત (વાલ્મીકી) સમાજના અવિનાશ 10 વર્ષ અને રોશની 13 વર્ષ આ બંન.ે માસુમ બાળકો સવારના 6.30 વાગ્યે ખુલ્લામાં શૌચ કરતાં હતા ત્યારે એ જ ગામના બે જાલીમ વ્યકિત હકીમ યાદવ અને રામેશ્વર યાદવએ આ બંને બાળકોની ખુલ્લામાં શૌચ કરવાના કારણે લાકડીથી મારી મારીને તે બંને બાળકોની હત્યા કરી નાખી. આ બંને બાળકોના પિતા મનોજભાઇના ઘરમાં શૌચાલય નથી જે કારણથી આ બંને બાળકો બહાર ખુલ્લામાં શૌચ કરતાં. આ જાલીમ વ્યકિતઆેએ મનોજભાઇના ઘરે શૌચાલય પણ બનાવવા ન દીધું અને તેઆેએ મનોજભાઇ વાલ્મીકી સાથે જાતી સુચક અપમાન કરતા રહે છે. આ બાબતે બહુજન વિકાસ સંઘના જામનગરના હોદેદારો, વિજયભાઇ બાબરીયા, હરીશ મકવાણાએ સંયુકત રીતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવેલ. આ ઘટનાના હત્યારા હકીમ યાદવ તથા રામેશ્વર યાદવ ઉપર અતિ કઠોર કાર્યવાહી કરવી જોઇએ અને આ બંને જાલીમ વ્યબકિતઆેને ફાંસીની સજા થવી જોઇએ જેથી કરીને ભવિષ્યમાં પણ તેઆે કોઇપણ વાલ્મીકી સાથે અત્યાચાર કરી શકે નહી. આ ઉપરાંત આ ગામના સરપંચ તથા સચિવની વિરુÙમાં પણ કડક કાર્યવાહી થવી જોઇએ કારણકે, તેઆેએ તે ગામના લોકોને ઘરે ઘરે શૌચાલય બનાવી આપવાનો દાવો કરેલ હતો તો આ મનોજભાઇ વાલ્મીકીના ઘરમાં હજુ સુધી શૌચાલય કેમ નથી બન્યું જો શૌચાલય બની ગયું હોત તો આ ઘટના ન બની હોત. આનો સીધો મતલબ એમ જ થાય કે આ સરપંચ અને સચિવ પણ આ હત્યારાઆે સાથે મળેલા હશે.

આ આવેદનપત્ર મારફત આ પીડીત પરિવારને રપ રપ લાખની સહાય મળે તેમજ શહેરમાં વસવાટ માટે ઘર મળે અને પરિવારના સદસ્યોને સરકારી નોકરી મળે. અંતમાં અમારી માંગણી છે કે પીડીત પરિવારને ઝડપથી ન્યાય મળે નહિતર આખા ભારતના દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી ભારત સરકાર અને મધ્યપ્રદેશ સરકારની રહેશે તેમ ચીમકી આપતા જણાવ્યું છે.

Comments

comments