દશેરાએ મંદીનું દહન : ભાવનગરમાં 10 કરોડનાં વાહનોનું વેચાણ થયું

October 9, 2019 at 2:11 pm


લાંબા સમયથી મંદીનાં માહોલ બાદ ભાવનગરની વાહન બજારમાં દશેરાનાં દિવસે તેજીની ચમક જોવા મળી હતી. ગઇકાલે દશેરાનાં શુભમુહુર્તમાં એક જ દિવસમાં આશરે રૂપિયા 10 કરોડનાં વાહનોનું વેચાણ થયું હતું આમ, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનાં ડીલર્સોને દશેરા ફળ્યા હતા.
દશેરાનાં દિવસે નવી કામગીરીનો પ્રારંભ તેમજ ખરીદીની પરંપરા રહેલી છે તેમાંય ખાસ કરીને વાહનોની ખરીદી આ દિવસે વધુ થતી જોવા મળે છે ભાવનગરમાં દશેરાનાં એક જ દિવસમાં જુદી-જુદી કંપનીની 125 કાર તથા 300 સ્કુટર અને બાઇકનું વેચાણ કાલે થયું હતું જેથી વાહનોનાં શાૅ-રૂમનાં સંચાલકોનાં માેં પર ચમક જોવા મળી હતી લોકોએ અગાઉથી જ વાહનોનું બુકીગ કરાવી અને દશેરાનાં દિવસે ડીલીવરી મેળવી હતી. દશેરાનાં પર્વે વાહનોનાં શાૅ-રૂમમાં ભીડ પણ જોવા મળી હતી.
વિવિધ બેંકો ફાયનાન્સ કંપનીઆે દ્વારા સ્થળ પર જ સરળતાથી લાૅનની વ્યવસ્થા કરી અપાતા મંદીનાં માહોલમાં પણ વેપારીઆેનાં મોઢે ચમક જોવા મળી હતી. ભાવનગરમાં ફોર-વ્હીલ અને ટુ-વ્હીલ મળીને કુલ રૂા.10 કરોડનાં વાહનોનું વેચાણ થયું હોવાનું જાણવા મળ્યું છે.

Comments

comments