દસનું ડબલુ -વિસનું બંધ અને કૌરવપાંડવના વારસદારો

August 31, 2018 at 3:09 pm


મહાભારતકાળમાં પાંડવો પોતાના સિધ્ધાંતોની રક્ષા માટે અને મન-મર્યાદા જાળવવા માટે જુગટું રમવા બેઠા હતા અને ભગવાન કૃષ્ણએ પણ તેને અનુમોદન આપ્યું હતું પણ આજના જુગારીઆેએ દસનું ડબલું અને વિસનું બંધ રમીને પાંડવોના સિધ્ધાંતોના ધંીયા ઉડાડી દીધા છે. શ્વાન માટે જેમ ભાદરવો મહિનો શ્રેષ્ઠ ગણાય છે તેમ આ પત્તા પ્રેમીઆે માટે શ્રાવણ મહિનો ખુબ જ ઈમ્પોર્ટન્ટ ગણાય છે. ઘર,ફળિયું, અગાસી, દુકાન, કારખાનું કે પછી માળિયું જ્યાં જગ્યા મળે ત્યાં જુગાર રમવા બેસી જાય છે. આ પત્તા પ્રેમીઆેને જેટલો ડર હારવાનો નથી હોતો એટલો ડર પોલીસનો હોય છે અને પોલીસ પણ જબરી છે યાર…તેને શિકારી શ્વાનની જેમ આ ‘ રમત’ ની ગંધ આવી જાય છે અને પછી છાપામાં ધજાગરા થાય છે. અત્યારે કોઈ પણ ગુજરાતી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગુજરાતી અખબારો ખોલો તો જુગાર દરોડાના સમાચાર હોવાના જ. સામાન્ય રીતે છાપામાં લખાય કે ફલાણી જગ્યાએથી ‘જુગરધામ’ પકડાયું અને આટલાંની ધરપકડ..આજકાલમાં આેણ છપાય છે..વાંચકો ઘણી વખત સાવ નાની બાબતમાં પણ સેન્સેટિવ બની જતા હોય છે એનો એક દાખલો આપું..એક વખત એક વાંચકમિત્રનો પત્ર અમારા તંત્રી ચંદ્રેશભાઈ ઉપર આવ્યો હતો અને તેમણે લખ્યું હતું કે ‘ધામ’ એટલે મંદિર કે એવી બીજી પવિત્ર જગ્યા થાય..આ શબ્દને જુગારના અડ્ડા સાથે ન સાંકળો તો વધુ સારુ..તમે છાપામાં લખો કે, જુગરધામ પકડાયું તો થોડુંક ખૂંચે છે..અમે વાંચકોની લાગણીને પણ દાદ આપીએ છીએ.બાકી અત્યારે તો તીનપિત્તની સિઝન ચાલી રહી છે અને દરરોજ લાખોનો મુદ્દામાલ પકડાય છે..ઘણી વખત તો પટમાંથી બે-ચાર હજાર રોકડા પકડાય પણ રમતવીર એસ.યુ.વી.લઈને આવ્યો હોય તો પોલીસ તે કબજે કરીને લાખ્ખોનો મુદ્દામાલ બતાવી દેતી હોય છે..જુગારને દુષણ ગણો તો દુષણ અને ટાઈમપાસ એિક્ટવિટી ગણો તો ટાઈમપાસ, પણ પુરુષો અને મહિલાઆે વર્ષોથી રમે છે અને હજુ રમતા રહેશે..જાહેરમાં જુગાર રમવો યોગ્ય નથી પણ ચાર દિવાલની વચ્ચે ફેમિલી રમતું હોય તો પણ ગુનો ગણે છે તે થોડુંક ગેરવ્યાજબી લાગે છે.આમ તો જુગાર માત્ર બાવન પાનાથી જ રમાય એવું નથી.. જુગાર તો અનેક રીતે રમાય છે ને તે પૈકી કેટલીક રીત તો હાસ્ય પણ જન્માવે છે..આ રીત જોઈએ તો બુિÙશિક્તથી શરત મારવી, હોડ બકવી, લોટ પ્રમાણે આપવું-લેવુ, લોટ ખેંચવો, પત્તાંનો જુગાર, જુગારની રકમ, હોડની પÙતિ, શરતના આંકડાની પÙતિ, ઘડો, મટકું(જુગારનું), આંકડાનો જુગાર, જુગારના દાવના પૈસા, સામૂહિક જુગારનો ખેલ, ચકરડી, સિક્કાે, સિક્કા પર ગોળીબાર, ગોળાફેંકની રમત, તીનપત્તીનો જુગાર, પત્તાનો જુગાર, પત્તાની રમત, લોટ ખેંચવા, આંકડાની રમત, સિક્કાે ઉછાળવો, જુગારની રમત, પાસો, પાસા, ગંજીફાની રમત, સળિયાનો પાસો, ભારે પાસો, મામા શકુનિનો પાસો, સર્પની આંખ વગેરે, લોટરી, સોરટી, ચિઠ્ઠી ખેંચવી, સુરતી, મટકાનો જુગાર, આંકડાની લોટરી, સંખ્યાની લોટરી, આંકડાનો પુલ, ડચ અથવા વર્ગ લોટરી, ઝૂંટવાની કોથળી-પેટી, વરસાદનો જુગાર, qક્રકેટની રમતનો જુગાર, આંકડાનું યંત્ર, દાવનો હિસાબ કરનારું યંત્ર, જુગારનો પાટલો વગેરે વગેરે રીતે જુગાર રમાતો હોય છે..(જો કાંઈ બાકી રહી જતું હોય તો જણાવવા વિનંતી છે ).આપણી પોલીસ તીનપિત્ત, પાટલા અને સટ્ટામાં રસ લેતી હોય છે અને કેસ કરતી હોય છે..ગુજરાતમાં અમલી જુગાર પ્રતિબંધક ધારાની જોગવાઇ મુજબ કોઇ કોઇ હોડ કે શરત લગાવવમાં આવે તો તેને જુગાર કહેવાય.પત્તાથી થતી હારજીત,qક્રકેટની રમત ઉપર થતી હારજીત, કપાસ,એરંડા,ગવાર, સોના,ચાંદી, કોપર, એલ્યુમીનીયમ,શેર કે અન્ય કોમોડીટીના ભાવ ઉપર થતી હારજીત , , , જેવા કાયદેસર ચાલતા એક્ષચેંજ સીવાય ચાલતા ડબ્બા ટ્રેડીગમાં થતી હારજીત વરલી ,મટકા,લોટરીવિગેરે જુગાર ગણાય છે. જે રમત માત્ર નસીબ આધારીત હોય તેને જુગાર કહેવાય. પરંતુ કોઇ રમત કે જે રમવામાં કોઇ ખાસ આવડતની જરુર પડે તે રમત જુગાર ના કહેવાય. ગુજરાત હાઇકોર્ટે એક કેસમાં કરેલા અર્થઘટન મુજબ પત્તાથી રમાતી રમી જેવી રમતો જુગારની વ્યાખ્યામાં ના આવે. આ ઉપરાંત કોઇ પ્રાેડક્ટ્ના વેચાણ કે પ્રમોશન માટે કોઇ ડ્રાે મારફતે ઇનામ આપવામાં આવે તો તે જુગાર ના કહેવાય. જુગારને અટકાવવા માટે પોલીસને સત્તા આપવામાં આવી છે.આ સત્તા વિશે પણ જાણવું જરુરી છે. કાયદાની જોગવાઇ મુજબ કોઇ ખાનગી માલીકીના મકાન,જ્ગ્યા,વાહન વિગેરેમાં જુગાર રમવામાં આવતો હોય તેવી શંકા હોય તો પી.એસ.આઇ. કે તેનાથી ઉપરી અધિકારી કે જેને રેડ કરવા માટે વોરંટ આપવામાં આવેલું હોય તે આવા મકાન વિગેરેમાં ગમે તે સમયે પ્રવેશીને તપાસ કરી શકે અને આવી તપાસ દરમ્યાન જુગાર રમવાના કોઇ સાધન તરીકે વાજબી રીતે શંકાસ્પદ જે કોઇ વસ્તુ મળી આવે તે જ્પ્ત કરી શકે અને આવી જ્ગ્યાએ હાજર હોય તે તમામ વ્યિક્તઆેની ધરપકડ કરી શકે. પોલીસ દ્વારા જુગારની રેડ દરમ્યાન કોઇ ખાનગી જગ્યામાં જુગાર રમાતો હોય અને આ જુગાર રમવાના સાધન તરીકે મોબાઇલ,વાહનો વિગેરે પણ જપ્ત કરવામાં આવે છે. દા.ત. પત્તાનો જુગાર રમાતો હોય ત્યારે મોબાઇલ,વાહનો વિગેરે જપ્ત કરવામાં આવે છે. જો જુગાર જાહેર જગ્યામાં રમાતો હોય તો તેના માટે પોલીસ અધિકારીને વગર વોરંટે ધરપકડ કરી શકે છે. ગુજરાત જુગાર પ્રતિબંધક ધારામાં આ કાયદા નીચેના ગુના પોલીસ અધિકારના છે કે પોલીસ અધીકાર બહારના તે બાબતે કોઇ ચોખવટ કરવામાં આવેલી નથી. પરંતુ આ કાયદા નીચે સજાની જોગવાઇ વધુમાં વધુ બે વર્ષ સુધીની છે. જેથી ક્રીમીનલ પ્રાેસીઝર કોડની જોગવાઈ જોતાં આ કાયદો પોલીસ અધિકાર બહારનો છે કે પોલીસ અધિકારનો તે બાબતે ગુંચવાડો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાની જોગવાઇઆેનું અર્થઘટન કરીને આ કાયદા નીચેના ગુનાઆે પોલીસ અધિકારના ગુના છે તેવું ઠરાવ્યું છે. જેથી હવે આ બાબતે કોઇ ગુંચવાડો નથી. જુગારનો ગુનો જામીન લાયક ગુનો છે. ગુજરાત જુગાર પ્રતિબંધક ધારામાં આ કાયદા નીચેના ગુના જામીન લાયક ગુના છે કે બીન જામીન લાયક ગુના તે બાબતે કોઇ ચોખવટ કરવામાં આવેલી નથી. પરંતુ આ કાયદા નીચે સજાની જોગવાઇ વધુમાં વધુ બે વર્ષ સુધીની છે. જેથી ક્રીમીનલ પ્રાેસીઝર કોડની જોગવાઈ જોતાં આ કાયદો જામીન લાયક ગુનો છે.સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ આ કાયદા નીચેના ગુનાઆે જામીન લાયક છે તેવી સ્પષ્ટતા કરેલી છે. જામીન ઉપર છૂટéા પછી ફ્રેશ થઈને ફરી પત્તા ટીચવાના દાખલા પણ જોયા છે..ઘણા માટે તો આ બારમાસી બિઝનેસ થઈ ગયો છે..જીવનમાં દુગ્ગી, તિગ્ગી અને દસ્સા જેવી સ્થિતિ હોય પણ સપના એક્કાે દુડી તીડીના જોનારાઆે આેછા નથી.જીવન ભલે બેરંગ હોય પણ બાજીમાં કલર અને રોનના કોિમ્બનેશનની આશા રાખનારા પણ ઘણા છે.

ચાલ જુગાર રમિયે…

તું દાવ પર તારુ *અભિમાન* મુક,
હું મારો *અહંમ..*

અને કંઈક એવા પત્તા આપ,
કે આપણે બંને હારી જઇએ..!!
અડધી ચા, આખી વાતો,
શમી સાંજ, થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું, મળ્યું શું,
ગુમાવ્યું શું, સવાલ ઘણા,
જવાબ ફકત એક

Comments

comments