દહીંસરા નજીક અકસ્માતના બનાવમાં એકનું મોત

August 19, 2018 at 9:08 pm


પરિવારજનાેમાં ગમગીની સાથે સન્નાટો છવાયો ઃ ભોરારામાં કૂવામાં પડી જતાં આધેડે જીવ ગુમાવ્યો

તાલુકાના દહીંસરા માગૅ પર બે બાઈકો સામસામે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું. મુન્દ્રા તાલુકાના ભોરારા ખાતે કૂવામાં પડી જતાં આધેડે જીવ ગુમાવી દીધો હતાે.

જાણવા મળતી વિગતાે મુજબ માંડવી તાલુકાના જામથડા ગામના કરસનભાઈ અરજણભાઈ બુચિયા (ઉ.વ.4પ) અને તેની પુત્રી નીતાબેન (ઉ.વ.ર0) ભુજથી જામથડા બાઈક ઉપર જતા હતા ત્યારે દહીંસરા – રામપર-વેકરા નજીક અન્ય એક બાઈકના ચાલકે ટક્કર મારતા તેઆે રોડ પર ફંગાેળાયા હતા. કરસનભાઈને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઆે પહાેંચતા તેઆેનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ગઢશીશા પાેલીસની ટુકડી સ્થળ ઉપર દોડી ગઈ હતી. હતભાગીના મૃતદેહને પાેસ્ટમોર્ટમ માટે હોÂસ્પટલમાં લઈ જવાયો હતાે. ત્યારબાદ તેઆેના પરિવારજનાેને સાેપવામાં આવતા શોક છવાઈ જવા પામ્યો હતાે. આ બનાવમાં ગઢશીશા પાેલીસ મથકે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનાે દાખલ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ભોરારા ખાતે મનુભા કાનુભા જાડેજા (ઉ.વ.પ0) ઘરેથી ચાલ્યા ગયા બાદ તેનાે મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતાે. કૂવા નજીક દોરી વડે ગળેફાંસાે ખાવાની કોશીષ કરી હતી. પરંતુ દોરી તુટી જવાથી અકસ્માતે પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.

Comments

comments

VOTING POLL