દહેજના કેસમાં પતિના દૂરના સગાંને ઢસડી લાવવાં ન જોઈએઃ સુપ્રીમ કોર્ટ

August 23, 2018 at 10:51 am


જ્યાં સુધી સીધી સંડોવણી ન હોય ત્યાં સુધી દહેજના કેસમાં પતિના દૂરના સંબંધી કે સ્વજનોનું નામ ઘુસાડવું ન જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું છે. જસ્ટિસ એસએ બોબડે અને એલ નાગેશ્વરરાની બનેલી ખંડપીઠે કહ્યું છે કે, દહેજના કેસમાં પતિના દૂરના સગાં-વ્હાલાંઆેને ઢસડી લાવવા તે સારી વાત નથી. લગ્નજીવનના એક કેસમાં હૈદરાબાદ હાઈકોર્ટે જાન્યુઆરી 2016માં પતિના મામાને પણ સજા કરી દીધી હતી. મામાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યુંકે, દહેજ કે લગ્નજીવન સંબંધી કોઈ કેસ જ્યારે પણ આવે ત્યારે આવા કેસમાં કોર્ટે ખટલો ચલાવતાં પહેલાં ધ્યાન રાખવું અનિવાર્ય બને છે. ફક્ત આક્ષેપ ખાતર જ કોઈએ ફરિયાદ કરી હોય અને તેમાં દૂરના સ્વજનનું નામ ઘુસાડéું હોય તો તેના અંગે કોર્ટે તકેદારી રાખવી જરુરી બને છે. સિવાય કે, પતિ સાથે તેની કોઈ ગુનામાં સંડોવણી હોય તો તેની સામે ખટલો ચલાવવો જોઈએ.

બેન્ચે કહ્યું કે, આ કેસમાં ચાર્જશીટ પ્રમાણે, કોર્ટ એમ માને છે કે મામા સામે કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. પતિના મામા દહેજના આ કેસમાં કોઈ ગુના સાથે સંકળાયેલા નથી. જે સ્ત્રીએ આ ફરિયાદ કરી હતી તેણે એવો પણ આરોપ મૂક્યો હતો કે તેના પતિએ તેના દીકરાનું અપહરણ પણ કરી લીધું હતું.

પતિના મામાએ આ કેસમાં હૈદરાબાદ હાઈકોર્ટમાં ધા નાંખી હતી પણ ત્યાંથી તેને નિરાશા મળી હતી. તે પછી મામાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. આ કેસમાં કપલે 2008માં લગ્ન કયા¯ હતાં અને બંને અમેરિકામાં રહેતાં હતાં. પોલીસની ચાર્જશીટમાં એવું કહેવાયું હતું કે, પતિના મામાએ મહિલા પર અત્યાચાર કર્યો હતો.

Comments

comments

VOTING POLL