દહેજ-ઘોઘા ફેરી સવિર્સમાં મધ દરિયે જહાજનું એન્જિન ફેઈલ થતાં 400 મુસાફરોમાં ગભરાટ

November 21, 2018 at 4:46 pm


થાેડા સમય પહેલા શરૂ થયેલ દહેજ-ઘોઘા ફેરી સવિર્સનું વાહનો અને પેસેન્જરોને લઈને જતાં જહાજનું એન્જિન ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ જતાં અંદર બેઠેલા 400 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ટગ બોટ અધિકારીઆે સાથે મધ દરિયે પહાેંચી ગઈ હતી અને જહાજમાં બેઠેલા મુસાફરોને ઘોઘાના કાંઠે સલામત રીતે લાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જહાજ સુરત તરફથી ભાવનગર તરફ આવતું હતું અને એન્જિન બંધ થઈ ગયું હતું. એન્જિન બંધ થતાં જહાજ મધ દરિયે અટકી ગયું હતું અને પરિણામે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ જહાજમાં 400 જેટલા મુસાફરો ઉપરાંત 95 જેટલા ટ્રક અને કાર પણ હતા. આશરે એકાદ કલાક સુધી મદદની રાહ જોયા બાદ ટગ બોટ રીષભ આ જહાજ સુધી પહાેંચી હતી અને મુસાફરોને સલામત રીતે પરત લાવ્યા હતા.

Comments

comments