દાઉદની વધુ 14 સંપત્તિનું થઇ શકે છે લિલામ

April 24, 2019 at 10:50 am


એન્ટિ સ્મગલિંગ એજન્સી સાફેમા (સ્મગલિંગ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ) અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની વધુ 14 સંપત્તિને લિલામ કરવા માગે છે. આ સંપત્તિઓ રત્નાગિરિ જિલ્લાના મુંબકે ખાતેના ગામમાં છે. આ સંપત્તિ હાલ દાઉદની બહેન હસીના પારકર અને તેની માતાના નામ પર છે. બે સપ્તાહ પહેલા હસીના પારકરનો ફ્લેટ રૂ. 1.8 કરોડમાં લિલામ થયો હતો.
આ સંપત્તિમાં એક ત્રણ માળના બંગલાનો સમાવેશ છે, જ્યાં દાઉદ ઇબ્રાહિમ નિયમિત આવતો હતો. ઉપરાંત એક પ્લોટ છે, જ્યાં પેટ્રોલ પંપ બનવાનો હતો. સાફેમા દ્વારા પુણે જિલ્લા સંબંધિત અધિકારીને આ 14 સંપત્તિની કિંમત નક્કી કરવાનું કહ્યું હતું. આ તમામ સંપત્તિ દાઉદના કુટુંબના નામ પર છે અને ગુનાખોરીથી મેળવેલી રકમથી ખરીદી છે.

ગામમાં બે મિલકત હસીના પારકરના નામ પર છે. બાકીની દાઉદની માતા અમીના બીના નામ પર છે. દાઉદ અને તેના ભાઇ-બહેન મુંબઈના પાકમોડિયા સ્ટ્રીટમાં રહેતા હતા. 1980માં બનેલા આ બંગલામાં તેઓ નિયમિત જતાં હતાં. જોકે આ બંગલો 1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ ખાલી પડેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાઉદને ભારત સહિત વિશ્ર્વભરના દેશોએ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઘોષીત કર્યો છે આમ છતાં પાકિસ્તાને તેને શરણ આપ્યું છે જેને લઈ વિશ્ર્વભરમાં પાકિસ્તાન વિરુદ્ધ પગલાની માગણી કરાઈ છે.

Comments

comments

VOTING POLL