દાગીનાની ડિઝાઈન ચોરીમાં વેપારી પોલીસ પકડથી દૂર

April 18, 2019 at 4:55 pm


રાજકોટ : શહેરના પેડક રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં દશરથ સિલ્વર આર્ટ નામની પેઢીમાં કામ કરતાં કર્મચારીને ફોડી સોની બજારના વેપારીએ પૈસાની લાલચ આપી જૂના ગ્રાહકોની ડિટેઈલ અને દાગીના ફોટા મેળવી રૂા.૫૦ લાખનું નુકસાન કરવાની ફરિયાદમાં બી–ડિવિઝન પોલીસે ગુનો નોંધી કર્મચારીની ધરપકડ કરી વેપારીની પૂછપરછ હાથ ધરી હતું પરંતુ વેપારીની ધરપકડ ન થતાં સામાકાંઠા વિસ્તારના વેપારીઓએ પોલીસ સામે આક્ષેપ કર્યેા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજદીપ સોસાયટીમાં દશરથ સિલ્વર આર્ટ નામની પેઢીમાં કામ કરતો અમિત મહેશ પંડયા (રહે. કોઠારિયા રોડ, સૂર્યદિપ સોસાયટી)તેની પેઢીના જૂના ગ્રાહકોના ડેટા અને દાગીનાની સિક્રેટ ડિઝાઈન ચોરી કરી સોની બજારના નિલકઠં નામની પેઢી ધરાવતાં સત્યેન પ્રવીણચદ્રં મહેતા (રહે. મારૂતીનગર, એરપોર્ટ રોડ)ને પૈસાની લાલચે પુરી પાડી પેઢીને અંદાજે રૂા.૫૦ લાખનું નુકસાન કર્યાનું મેનેજર અલ્લારખા સુલેમાનભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે બી–ડિવિઝન પોલીસે ગુનો નોંધી પેઢીના કર્મચારી અમિત પંડયાની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની પેઢીમાં દસ વર્ષથી કામ કરતો અમિત પંડયાએ કટકે કટકે સોની વેપારી સત્યેન પાસેથી રૂા.૨૧,૮૦૦ની રોકડ લઈ જૂના ગ્રાહકોની નામ સહિતની ડિટેઈલ અને ફોટા વોટસએપ દ્રારા આપ્યાની કબૂલાતના આધારે પોલીસે વેપારી સત્યેન મહેતાની અટકાયત કરી પૂછપરછ કરી ધરપકડ ન કર્યાનો વેપારીઓએ આક્ષેપ કર્યેા છે

સોની બજારના વેપારીની રાજકીય ઘડામણ: ખૂલ્લેઆમ ફરતો હોવાનો વેપારી એસો.નો આરોપ
શહેરના પેડક રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં દશરથ સિલ્વર આર્ટ નામની જૂની પેઢીમાંથી કર્મચારીને પૈસાની લાલચ આપી જૂના ગ્રાહકોની ડિટેઈલ અને દાગીનાની સીક્રેટ ડિઝાઈનની ચોરી કરી પેઢીને રૂા.૫૦ લાખનું નુકસાન કર્યાની ફરિયાદના આધારે બી–ડિવિઝન પોલીસે કર્મચારી અમિત પંડયાની ધરપકડ કર્યા બાદ વેપારી સત્યેન મહેતાની માત્ર પૂછપરછ કરી હોય જે રાજકીય ભલામણથી ધરપકડ થઈ ન હોય અને ખૂલ્લેઆમ ફરતો હોવાની સામાકાંઠાના વેપારી એસોસિએશનને આક્ષેપ કર્યેા છે.

Comments

comments

VOTING POLL