દાઠા પોલીસ મથકમાં ડીએસપીની હાજરીમાં પોલીસ અધિકારીઆેએ માર માર્યોઃ ભોગગ્રસ્તોનું કોર્ટમાં નીવેદન

February 9, 2019 at 4:54 pm


તળાજા ના દાઠા પોલીસ મથક નીચેના વિસ્તારમાં માઇનિંગ બાબતે પોલીસ અને માઇનિંગનો વિરોધ કરી રહેલ લોકોના ટોળા અને પોલીસ વચ્ચે થયેલ લોહિયાળ ઘર્ષણ બાદ પોલીસ મથકમાં લાવી મારમાર્યાની બાવન વ્યિક્ત આેએ તળાજા નામદારકોર્ટમાં ફરિયાદ કર્યા બાદ શુક્રવારે તળાજા કોર્ટએ હાથ ધરેલ આગળની વધુ કાનૂની કાર્યવાહીમાં ચાર વ્યિક્તને નિવેદન દેવા માટે નોટિસ મોકલવામાં આવેલ .જેમાં બે વ્યિક્તએ પોલીસ વિરુÙ ફરિયાદ આપી હતી. જ્યારે બે વ્યિક્ત એ મુદત માંગતા કોર્ટ એ મુદત આપી હતી.

ભાવનગર પોલીસ બેડામાં ખળભળાટ મચાવનાર આ ઘટનામાં 52 વ્યિક્તઆેને પોલીસે મારમારવાના કરેલ આરોપને લઈ વધુ કડાકા ભડાકા થાય તેવા એંધાણ વતાર્ઈ રહ્યા છે. આ મામલે તળાજાના ફરિયાદી પક્ષના એડવોકેટ હરેશભાઇ બાંભણીયા, હિરેનભાઈ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે પ. ફો. 1/19 અને 2/19 ના કામે તળાજા નામદારકોર્ટ એ આજથી પોલીસ વિરુદ્ધ થયેલ ના કામે નિવેદન આપવા માટે જેસાભાઈ સાખટ, પ્રવીણભાઈ શિયાળ,ભરત ભાઈ ભીલ,વિજયભાઈ બારીયા ના નિવેદન નાેંધવા માટે બોલાવેલ. જેમાં ભરત ભીલ અને વિજય બારીયા બન્ને મુખ્ય ફરિયાદી બન્યા છે. બન્ને એ ખુંી કોર્ટમાં નામદારકોર્ટને જણાવ્યૂ હતુંકે એસ.પીની હાજરી પોલીસ મથકમાં હતી.એ સમયે ડીવાયએસપી જાડેજા, પો.ઇ મિશ્રા સહિતના સિનિયર પોલીસ કર્મીઆેએ માર મારેલ. અન્ય પોલીસ કર્મીઆેને આેળખ પરેડમાં આેળખી બતાવવા માટે આેળખ પરેડની માગ કરી હતી. જ્યારે જેસાભાઈ સાખટ, પ્રવિણભાઇ શિયાળ એ નિવેદન નાેંધાવવા માટે મુદત મગતા કોર્ટ એ મુદત આપી હતી.

Comments

comments

VOTING POLL