દામનગરના વૈજનાથ મહાદેવને દરરોજ શણગાર અને અભિષેક

September 10, 2018 at 12:29 pm


ગાયકવાડ સરકારના વખતથી અમરેલી જિલ્લામાં આવેલ. લાઠી. તાલુકાના દામનગર શહેરમાં ભવ્ય વૈજનાથ મહાદેવ મંદિર આવેલ છે. મહાન ભાગવત કથાકાર પૂજય રામમોહનજી ડાેંગરેજી મહારાજના હસ્તે સંવત 1967માં સ્થાપના થયેલ હાલ વૈજનાથ મહાદેવ મંદિરમાં સંવત 1994થી મંદિરના પટાંગણમાં સમસ્ત ગામના સહકારથી અન્નક્ષેત્ર ચાલુ છે. દરરોજ બપોરના સમયે ભાવિકો આનો લાભ લે છે. આ ધર્મ કાર્યમાં દરેક ધર્મપ્રેમી સેવા આપવા માટે આવે છે. વૈજનાથ મંદિરના પૂજારીની સેવા પણ અનેરી છે.

શ્રાવણ માસમાં દામનગરતથા આસપાસના ભુદેવોએ વૈજનાથદાદાનો અનેરો શણગાર કર્યો હતો અને રોજ જુદા-જુદા દ્રવ્ય દ્વારા દાદાનો અભિષેક પણ થાય છે.

Comments

comments

VOTING POLL