દારૂબંધીનો કાયદો હળવો કરો અને ચાર દીવાલ વચ્ચે પીવાની છૂટ આપો

January 19, 2019 at 4:11 pm


રાજ્ય સરકારે પ્રાેહિબિશન અંગેના નિયમો કડક બનાવીને ગુજરાતના નાગરિકોના અધિકારોનું હનન કર્યું છે તેમ જણાવી ગુજરાત હાઈકોર્ટમાં આ કાયદામાં છૂટછાટ આપવા અંગે વધુ કેટલીક પિટિશન દાખલ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ સંદર્ભે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે અને આ મામલામાં વધુ સુનવણી 11મી ફેબ્રુઆરીએ રાખી છે. અરજદારે કહ્યું છે કે, રાજ્ય સરકારે લોકોને ચાર દિવાલની વચ્ચે દારૂ પીવાની છૂટ આપવી જોઈએ. આવી નહી કરીને સરકારે લોકોના દારૂ પીવાના અધિકાર ઉપર તરાપ મારી છે. કાર્યકારી ચીફ જસ્ટીશ અનંત દવે અને જસ્ટીશ બિરેન વૈષ્નવની બેંચે પાંચ જુદી જુદી પિટિશનો અંતર્ગત રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.
ગત આેકટોબર મહિનામાં રાજેશ પટેલ નામના એક નાગરિકે ખાનગી જગ્યામાં દારૂ પીવા માટે મંજૂરી માગતી અરજી કરી હતી. અરજદારી પોતાની પિટિશનમાં કહ્યું હતું કે, ગુજરાત પ્રાેહિબિશન એકટની કલમ-12,13,14-1બી, 34,35,39,40,40-એ, 41,46, 46-એ, 47,65, 65-એએ અને 66 તેમજ બોમ્બે ફોરેન લીકરની રૂલ્સ નં.63,64,64-એ, 64-બી, 64-સી, 67, 68, 69, 70, 70-એ રદ કરવી જોઈએ. કારણ કે તે બંધારણની કલમ 14,19 અને 21ની વિરૂધ્ધમાં છે. આ કલમો ગુજરાતના નાગરિકોના પ્રાયવસીના અધિકારોનો પણ ભંગ કરે છે.
આ સિવાય અન્ય ચાર પિટિશનો પણ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. દેવેન પરીખ નામના વકીલ મારફત દાખલ થયેલી આ પિટિશનમાં લોકોને ખાનગીમાં ચાર દિવાલની વચ્ચે દારૂ પીવાની છૂટ મળવી જોઈએ તેવી દાદ માગવામાં આવી છે. આ અરજીમાં જણાવાયું છે કે, તમાકુ લોકોને મૃત્યુ તરફ દોરી જાય છે પણ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. તમાકુના પાઉચ ઉપર માત્ર આરોગ્યલક્ષી ચેતવણી જ છાપવામાં આવી છે.

Comments

comments

VOTING POLL