દારૂબંધી છે તેવા પોરબંદરમાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેર કર્યા ડ્રાઇ દિવસો!

April 22, 2019 at 2:58 pm


પોરબંદરમાં ગાંધીજી જન્મ્યા હતા અને તેથી ગુજરાત આખામાં દારૂબંધી છે પરંતુ કેન્દ્રીયચુંટણીપચં સુચના આપે તે પ્રમાણે સ્થાનિક વહીવટીતંત્રએ કાર્ય કરવાનો હોય છે તેથી દારૂબંધી છે તેવા પોરબંદરમાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે ચુંટણી સમયના ૩ દિવસો ડ્રાઇ ડે જાહેર કર્યા છે.!
પોરબ:દર લોકસભા મતદાર વિભાગની સામાન્ય ચુંટણી આગામી તા. ર૩૪૧૯ના રોજ યોજાનાર છે અને ત્યારબાદ મતગણતરી તા. ર૩પ૧૯ના રોજ છે. સબબ, આ ચુંટણી શાંતિથી અને ભયમુકત વાતાવરણમાં નિર્ભય રીતે યોજાય તે હેતુથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ–૧૯પ૧માં થયેલા તાજેતરમાં કરવામાં આવેલા સુધારાને અનુલક્ષીને લોકસભા સામાન્ય ચુંટણીમાં દારૂ અને નશાયુકત પદાર્થેાના વેચાણ પર પ્રતિબધં મુકવાનું ઇષ્ટ્ર જણાય છે. તેથી ગુજરાત નશાબંધી અધિનિયમ–૧૯૪૯ની કલમ–૧૪ર થી મને મળેલ અધિકારની રૂએ હત્પં એમ.એચ. જોશી (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર જીલ્લો પોરબંદર સમગ્ર પોરબંદર જીલ્લા પોલીસ વિસ્તારમાં નીચેના દિવસોએ ઉકત કાયદાની જોગવાઇઓ અનુસાર ડ્રાયદિવસો તરીકે જાહેર કરૂં છું. મતદાનનો સમય પુરો થવાના ૪૯ કલાક અગાઉ શરૂ કરીને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે, તા. ૨૧૪૨૦૧૯ના રોજ સાંજના ૬ કલાક થી તા. ર૩૪૧૯ના રોજ સાંજના ૬ કલાક સુધી, મતગણતરીનો દિવસ એટલે કે, તા. ર૩પ૧૯ના રોજ માટે તા.. રરપ૧૯ના રોજ સુર્યેાદયફથી શરૂ થતો આખો દિવસ તથા મતગણતરીનો દિવસ તા. ર૩પ૧૯ના રોજ સુર્યેાદયથી શરૂ થતો આખો દિવસ. આગામી લોકસભા સામાન્ય ચુંટણી–ર૦૧૯ તા. ૨૩૪૧૯ના રોજ યોજાનાર છે અને તા. ૨૩૪૧૯ના સાંજના ૬ કલાકે મતદાન પુરૂ કરવાનો સમય નકકી કરવામાં આવ્યો છે. મત ગણતરી તા. ૨૩૫૧૯ના રોજ સવારે ૮ કલાકે શરૂ થનાર છે. ઉકત દિવસો દરમ્યાન દારૂ અને કોઇપણ પ્રકારની નશાકારક ચીજોના વેચાણ, વિતરણ, તીરસવા, આપવા વિગેરે ઉપર પ્રતિબધં ફરમાવૂં છું. આ જાહેરનામાનો ભગં અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડસંહીતા કલમ–૧૮૮, ગુજરાત નશાબંધી અધિનિયમ–૧૯૪૯ ની કલમ–૬૮ તથા કલમ–૯૦ની જોગવાઇઓ તેમજ લોકપ્રતિનિધિત્વ સુધારા અધિનિયમ–૧૯૯૬ દ્રારા દાખલ કરવામાં આવેલ કલમ–૧૩૫ (સી)(૨) મુજબ કે અથવા દડં અથવા બંને શિક્ષાને પાત્ર થશે

Comments

comments