દારૂ-જુગારના દરોડા બાદ સસ્પેન્ડ થયેલા 20 પીઆઈ-પીએસઆઈને પુનઃ ફરજ પર લેવાયા

February 23, 2019 at 11:41 am


ગુજરાતમાં દારુ-જુગારની બદી માટે સ્થાનિક અધિકારીને જવાબદાર ગણીને સસ્પેન્શનના ધડાધડ આદેશો થતાં પોલીસ તંત્રમાં અંદરખાને ધૂંધવાટ પ્રવર્તે છે. આ મામલે ગૃહવિભાગ અને સરકારમાં ઉચ્ચ સ્તરે ભોગ બનેલાં અનેક અધિકારી, આઈપીએસ અને સ્થાનિક નેતાગીરીએ કાચુ કપાઈ રહ્યું છે’ તેવી રજૂઆતો કરતાં ગૃહવિભાગે દરમિયાનગીરી કરવી પડી છે. વિતેલા છ મહિનામાં જ 50 પીઆઈ, પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં તેમાંથી 20ના સસ્પેન્શન રદ કરવામાં આવ્યાં છે. આ અધિકારીઆેને હાલ તો આઈબી અને સીઆઈડીમાં નિમણૂંકો આપવામાં આવી છે. દારુ-જુગાર સામે કડક કાર્યવાહી જોરશોરથી ચર્ચામાં લવાયા બાદ સસ્પેન્શન રદ કરવાના આદેશ છાનેખૂણે થતાં જેમને અન્યાય થયો છે તેવા અધિકારીઆેને સામાજીક બદનામી’માંથી મુિક્ત નહી મળ્યાની ચર્ચા પણ પોલીસ તંત્રમાં છે..
સૂત્રોમાં ચર્ચા મુજબ, ગુજરાત પોલીસમાં પી.આઈ. અને પીએસઆઈની હજુ ખાસ્સી અછત છે. ખાસ કરીને 2010ની બેચના પીએસઆઈના પ્રમોશન કાયદાકીય ઘાેંચમાં પડéાં છે. 2010ની બેચનો આંતરિક વિવાદ સુપ્રિમ કોર્ટમાં છે અને આજે- શુક્રવારે વધુ એક તારીખ પડી છે. આ સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી પીઆઈની ઘટ અને 2010ની પીએસઆઈને પ્રમોશનનો હક્ક મળતો નથી, આ બે મુદ્દા અટવાયેલાં પડéાં છે. આ સ્થિતિ વચ્ચે પીઆઈ, પીએસઆઈના આડેધડ સસ્પેન્શનના નિર્ણય ઉપર બ્રેક લગાવીને પોલીસ તંત્રમાં પ્રવર્તતા આંતરિક કચવાટ ઉપર અંકુશ મેળવવા પ્રયાસ હાથ ધરાયાં છે..
ગૃહવિભાગમાં ફરિયાદો પહાેંચ્યા પછી આડેધડ સસ્પેન્શન અટકાવવા ડીજીપી શિવાનંદ ઝાએ ગત તા. 16ના રોજ એક પરિપત્ર જારી કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, પોલીસ દળના પોલીસ અધિકારીઆે, કર્મચારીઆે વિરુÙ શિક્ષાત્મક કાર્યવાહીના કેટલાક પ્રકરણોમાં શિસ્ત અધિકારી દ્વારા સીધી જ અથવા આક્ષેપિતના ઉપરી અધિકારીની રજૂઆત કે અન્ય સ્વરુપે કરાયેલી રજૂઆત આધારે સીધી શિક્ષાત્મક કાર્યવાહી કરાયાનું કચેરીના ધ્યાનમાં આવ્યું છે. પ્રાથમિક તપાસની કાર્યવાહી વગર માત્ર કસૂર જણાયેથી સીધેસીધી અથવા માત્ર રિપોર્ટ કે રજૂઆત આધારે શિક્ષાત્મક કાર્યવાહીની કાર્યપ્રણાલિ કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરુÙ છે. આક્ષેપ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ન હોય તેવા અધિકારીને નિષ્પક્ષ અને સ્વતંત્ર અધિકારીને પ્રાથમિક તપાસ સાેંપવી. તપાસ કરનારે પુરાવા આધારિત અને તથ્યપૂર્ણ નિષ્કર્ષ પર આવવાનું રહેશે. હવે પછી પ્રાથમિક તપાસની કાર્યવાહી વગર સીધેસીધી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તો શિસ્ત અધિકારીની જવાબદારી નક્કી કરવાની રહેશે. આવી તપાસ એક મહિનામાં પૂર્ણ કરવાની રહેશે.’.

Comments

comments