દિગ્ગજ કંપની ઇન્ફોસિસ 10 હજાર કર્મચારીઆેની છટણી કરશે

November 6, 2019 at 11:08 am


Spread the love

આઇટી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસ મોટા પ્રમાણમાં છટણી કરવા જઇ રહી છે. કંપની જેએલ 6 (ઇન્ટરનલ જોબ કોડ) સ્તરમાં 2200 એક્ઝિક્યુટિવ્સને બહારનો રસ્તો બતાવશે. આ તમામ કર્મચારી મધ્ય અને ઉચ્ચ સ્તરે કામ કરનારા એક્ઝિક્યુટિવ્સ છે. કંપનીમાં જેએલ 6, 7 અને 8 બેન્ડમાં 30,092 લોકો કામ કરે છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ, કંપની જેએલ 1થી 5 સ્તર સુધીના 2-5 ટકા કર્મચારીઆેની પણ છટણી કરવાની યોજના બનાવી રહી છે.
આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સ્તરના 2-5 ટકા અધિકારીઆેની પણ છટણી થઇ શકે છે. આ સ્તરે 971 અધિકારીઆે કામ કરી રહ્યા છે જેમાંથી 50 કર્મચારીઆેને બહાર કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, કંપનીમાં મોટા પાયે છટણી કરવામાં આવી રહી નથી, આ સામાન્ય પ્રqક્રયાનો ભાગ છે.

નિષ્ણાંતોના મતે, ઇન્ફોસિસમાં ક્યારેય આવી રીતે છટણી કરવામાં આવી નથી. ખરાબ પ્રદર્શનને કારણે લોકોને કંપનીમાંથી બહાર કરવામાં આવે છે પરંતુ આ વખતે આ આધાર નથી અને જે કર્મચારીઆેની છટણી કરવામાં આવશે તેમની સંખ્યા સામાન્યથી વધારે છે.
ગયા અઠવાડિયે અન્ય એક આઇટી કંપની કોિગ્નઝન્ટ ટેક્નોલોજી કન્ટેન્ટ મોડરેશન બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી હતી. કંપનીના આ નિર્ણયથી 6000 લોકો બેરોજગાર થશે. આ ઉપરાંત કંપની અન્ય 7000 લોકોને છટણી કરવા અંગે વિચાર કરી રહી છે