દિનેશ કાર્તિક: ભારતની વર્લ્ડ કપ ટીમમાં સૌથી જૂનો ખેલાડી

April 16, 2019 at 10:48 am


30મી મેએ ઇંગ્લેન્ડમાં શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપ માટે ગઈ કાલે જાહેર થયેલી 15 ખેલાડીઓની ટીમમાં ઉંમરની દૃષ્ટિએ મહેન્દ્રસિંહ ધોની (37 વર્ષ) સૌથી મોટો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અનુભવના દૃષ્ટિકોણથી જોઈએ તો 33 વર્ષનો દિનેશ કાર્તિક સૌથી જૂનો પ્લેયર છે. ધોનીએ ડિસેમ્બર 2004માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી એના ત્રણ મહિના પહેલાં (સપ્ટેમ્બર 2004)માં દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જોકે, કાર્તિકની 91 વન-ડેની તુલનામાં ધોની 341 વન-ડે રમી ચૂક્યો છે અને રિટાયરમેન્ટની નજીક પહોંચ્યો છે.
દરમિયાન, આ વખતે સિલેક્ટરોને પહેલી વાર ડેટા ઍનાલિટિક્સ સોફ્ટવેર આપવામાં આવ્યું હતું. મીટિંગના એક દિવસ પહેલાં તેમને સાડાત્રણ મહિનાનું પ્રેઝન્ટેશન અપાયું હતું.

Comments

comments