દિપીકા અને રણવીર આજે સિંધી રીતરિવાજથી કરશે લગ્ન

November 15, 2018 at 10:52 am


બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોમ અને બાજીરાવ રણવીર સિંહ હવે સત્તાવાર રીતે એક બીજાના થઇ ગયા છે. બંનેએ ઇટાલીમાં કોમો લેકમાં પારંપરિક કાેંકણી રીતરિવાજથી લગ્ન કર્યા હતા.

હવે બંને આજે સિંધી રીતરિવાજથી લગ્ન કરશે. લગ્નના સમાચાર બાદ સોશિયલ મીડિયા ઉપર લોકો દીપિકા અને રણવીરની તસ્વીરો સર્ચ કરવા લાગ્યા હતા. જોકે, તેમને નિરાશા જ હાથ લાગી હતી. જે ફોટો અને વીડિયો સામે આવ્યા છે એમા છત્રીના કારણે દીપ-વીરના ચહેરા જોવા મળતા નથી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ ઇસ્ટાગ્રામ પોસ્ટ થકી જણાવ્યું હતું કે, તેઆે આતુરતાથી તસવીરોની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ નિમાર્તા-નિર્દેશક કરણ જોહરે પણ આખા દેશ તરફથી એ પણ બંનેના ફોટો આપવા માટે ઉત્સાહિત છે.

ઉલ્લેખનીય છે કે લગ્નની તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કનેક્શન હતું. રણવીર અને દીપિકાની પહેલી ફિલ્મ સંજય લીલા ભંસાલીની રામલીલા 15 નવેમ્બરે રિલિઝ થઇ હતી. એટલા માટે લગ્ન માટે પણ આ તારીખ નક્કી કરી હતી. રામલીલા પછી દીપિકા અને રણવીર બાજીરાવ મસ્તાની, પÚાવતમાં એક સાથે કામ કર્યું હતું. બાજીરાવ મસ્તાનીમાં દીપિકા-રણવીરની કેમિસ્ટ્રીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

Comments

comments