‘દિયા ઔર બાતી હમ’ની ‘સંધ્યા બિંદણી’એ સ્ટેજ પર ડાન્સ કરતાં ગુમાવ્યું બેલેન્સ

February 1, 2018 at 4:01 pm


‘દિયા ઔર બાતી હમ’ની ‘સંધ્યા બિંદણી’ એટલે કે દીપિકા સિંહે બાળકને જન્મ આપ્યાં બાદ સીરિયલમાં તો જોવા નથી મળી પરંતુ તેના ડાન્સ ક્લાસ અંગે તે રેગ્યુલર રહે છે. તાજેતરમાં જ એક સ્ટેજ શો દરમિયાન ડાન્સ કરતાં તે પડી ગઇ હતી. જેનો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. દીપિકા સિંહ ટ્રેઇન્ડ ઓડિસી ડાન્સર છે. સરસ્વતી પૂજાના દિવસે તે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી રહી હતી ત્યારે જ પડી ગઇ હતી. જોકે, તે ઘટનાથી જરાપણ વિચલિત થયા વગર તે ઉઠીને ડાન્સ કરવા લાગી હતી.ડાન્સ દરમિયાન જ્યારે દીપિકા એક મૂવ કરવા જાય છે ત્યારે તે સ્ટેજ પર જ પડી ગઇ હતી. જોકે, આ પછી તેણે કશું જ બન્યું ન હોય તેમ પોતાનું પર્ફોર્મન્સ આપવાનું ચાલું રાખ્યું હતું.ગત વર્ષે 20 મેના રોજ તેણે પોતાના દીકરા સોહમને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મ પછી તેનું વજન ખૂબ વધી ગયું હતું. જેને કંટ્રોલમાં લાવવા માટે તે જિમમાં પણ જઇ રહી છે.

Comments

comments

VOTING POLL