દિલ્હીના પહાડગંજમા સેકસ રેકેટ પકડાયુ: 39 નેપાળી છોકરીઓને છોડાવાઈ

August 1, 2018 at 11:06 am


દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટમાં ફસાયેલી 39 છોકરીઓને છોડાવવામાં આવી છે. દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતી માલીવાલે દિલ્હી પોલીસ સાથે મળીને મંગળવારે મોડી રાતે આ છોકરીઓને દિલ્હીના પહાડગંજની એક હોટલમાંથી છોડાવી છે. આ છોકરીઓને અહીં નેપાળથી ઈન્ટરનેશનલ સેક્સ રેકેટમાં ફસાવવા માટે લાવવામાં આવી હતી.
આ પહેલાં પણ સ્વાતી માલીવાલે મંગળવારે સાંજે વસંત વિહારમાંથી 18 મહિલાઓને થોડાવી હતી. તેમાં પણ 16 મહિલાઓ નેપાળની હતી. પોલીસે જણાવ્યું કે, એક સંયુક્ત અભિયાનમાં વારાણસી ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસે વસંત વિહારમાં એક મકાન પર દરોડા પાડીને 18 મહિલાઓને છોડાવી હતી.

Comments

comments